કંન્ટેનરમાંથી ગેસ લીક થતાં 100 છાત્રોને અસર,દિલ્હીનો 1કિ.મી.નો વિસ્તાર સીલ

May 06, 2017 11:37 AM IST | Updated on: May 06, 2017 11:37 AM IST

દિલ્હીના તુગલકાવાદમાં એક કન્ટેનરમાં ગેસ લીંક થવાનો મામલો સામે આવ્યો છે. જાણવા મળ્યા મુજબ 100 વિદ્યાર્થીઓની તબિયત લથડતા હોસ્પિયલમાં ખસેડાયા છે.

DELHI-4

કંન્ટેનરમાંથી ગેસ લીક થતાં 100 છાત્રોને અસર,દિલ્હીનો 1કિ.મી.નો વિસ્તાર સીલ

શનિવારે વહેલી સવારે આ બનાવ બન્યો હતો. ડિપ્ટી સીએમ સીસોદિયાએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. જેમાં કંટેનરમાં ગેસ લીક થયો તે હેમા લોજિસ્ટિકનું હોવાનું કહેવાય છે. લીકેજ પછી 1 કિલો મીટરનો વિસ્તાર પોલીસે સીલ કરી દીધો છે.

ન્યુઝ18 ઇન્ડિયાની માહિતી અનુસાર તુગલકાબાદ પોલીસે માહિતી મળી હતી કે રાની ઝાંસી સ્કુલ પાસે રિસાવ થયો છે. કેટલાક બાળકો બેહોશ થયા છે. પોલીસના કહેવા મુજબ કેમિકલ હવામાં ફેલાઇ રહ્યું હતું.

સુચવેલા સમાચાર