દિલ્હી ફરી શર્મસાર: યુવતિ પર ગેંગરેપ, જીવ બચાવવા પહેલા માળેથી કુદી

Mar 13, 2017 04:29 PM IST | Updated on: Mar 13, 2017 11:17 PM IST

નવી દિલ્હી #દેશની રાજધાની ફરી એકવાર શર્મસાર થઇ છે. એક યુવતી પર ગેંગ રેપનો કિસ્સો સામે આવ્યો છે. દુ:ખની વાત તો એ છે કે, ગેંગ રેપ બાદ યુવતી પહેલા માળેથી કૂદી હતી અને બચવા માટે રોડ પર દોડી રહી હતી. પરંતુ એની મદદમાં કોઇ આવ્યું ન હતું.

રાજધાની દિલ્હીના પાંડવ નગર વિસ્તારમાં સનસનીખેજ ઘટના સામે આવી છે. અહી એક યુવતી નિર્વસ્ત્ર હાલતમાં રોડ વચ્ચે મદદ માટે દોડતી હતી. પરંતુ તેનું શરીર ઢાંકવા માટે કપડું આપવા કે મદદે કોઇ આવ્યું ન હતું.

દિલ્હી ફરી શર્મસાર: યુવતિ પર ગેંગરેપ, જીવ બચાવવા પહેલા માળેથી કુદી

જોકે કોઇએ પોલીસને જાણ કરતાં પોલીસ આવી પહોંચી હતી. પીડિતાએ પોલીસને જણાવ્યુ હતું કે, તેણી તેના એક પરિચિતના ઘરે આવી હતી જ્યાં તેની સાથે ગેંગરેપ કરાયો છે. પીડિતાનું કહેવું છે કે તેની સાથે તેના પરિચિત સહિત પાંચ જણાએ રેપ કર્યો છે. તેનાથી બચવા માટે પહેલા માળેથી બાલકીમાંથી રસ્તા પર કુદી હતી.

સીસીટીવીમાં આ શર્મનાક ઘટના કેદ થઇ છે. સીસીટીવીમાં આ પિડિતાની મદદ માટે કોઇ પણ આગળ ન આવ્યું તે પણ જોવા મળે છે. પિડિતાના નિવેદન આધારે પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર