એમપીઃખેડૂતોનું આંદોલન હિંસક બન્યુ,પોલીસ ચોકી આગ હવાલે,કલેક્ટરની ધોલાઇ,ચાર જિલ્લામાં ઇન્ટરનેટ બંધ

Jun 07, 2017 02:00 PM IST | Updated on: Jun 07, 2017 02:00 PM IST

મધ્ય પ્રદેશના મંદસૌરમાં ગઇકાલે પોલીસ ફાયરિંગમાં છ ખેડૂતોના મોત થયા બાદ મામલો ગરમાયો છે. આજે ભારતીય કિસાન મજદૂર સંઘે પ્રદેશ બંધની જાહેરાત કરી હતી. આ દરમિયાન આંદોલન હિંસક બન્યુ છે. જેમાં ચાર જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ કરાઇ છે. મંદસૌર, નીમચ, રતનામમાં વ્યાપક અસર જોવા મળી રહી છે.

મંદસૌરમાં ખેડૂતો એકવાર ફરી હિંસક બન્યા છે. અને કલેક્ટરની પણ ધોલાઇ કરી હતી. કેટલીય ગાડીઓના કાચ તોડ્યા છે. કેટલીક જગ્યાએ પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઝડપના સમાચાર પણ આવ્યા છે. પ્રદર્શન જોતા મંદસૌર, નીમચ, રતલામ અને ઉજ્જૈનમાં મોબાઇલ અને ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. મંદસૌર નજીકના નીમચ જિલ્લામાં પણ ભારે હંગામો થયો છે. હર્કિયાખાલ ફંટામાં પોલીસ ચોકીને આગ ચાંપી દેવાઇ છે.

એમપીઃખેડૂતોનું આંદોલન હિંસક બન્યુ,પોલીસ ચોકી આગ હવાલે,કલેક્ટરની ધોલાઇ,ચાર જિલ્લામાં ઇન્ટરનેટ બંધ

સુચવેલા સમાચાર