રાહુલ ગાંધીની અટકાયત,મંજૂરી ન હોવા છતાં ખેડૂતોને મળવા જતા હતા

Jun 08, 2017 01:35 PM IST | Updated on: Jun 08, 2017 01:35 PM IST

મધ્યપ્રદેશના નીમચમાં કોગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની અટકાયત કરવામાં આવી છે.મંદસૌર જતા પહેલા જ રાહુલ ગાંધીની અટકાયત કરાઈ છે. રાહુલ મંદસૌરમાં પીડિત ખેડૂતોને મળવા જઈ રહ્યા હતાપરંતુ સ્થાનિક તંત્રએ રાહુલ ગાંધીને મંજૂરી આપી ન હતી.

rahul-detain

રાહુલ ગાંધીની અટકાયત,મંજૂરી ન હોવા છતાં ખેડૂતોને મળવા જતા હતા

એમપીના મંદસૌરમાં ખેડૂતોના પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા કરાયેલા ફાયરિંગમાં 5 ખેડૂતોના મોત નીપજ્યા છે. મૃતકોના પરિવારને સાત્વતા આપવા માટે રાહુલ જઇ રહ્યા હતા.

નોધનીય છે કે, ખેડૂતોનું 10 દિવસથી આંદોલન ચાલી રહ્યુ ંછે. મધ્યપ્રદેશમાં મંદસૌરમાં ખેડૂતો પર પોલીસે ગોળીઓ છોડી જેમાં5 ખેડૂતોના મોત નીપજ્યા હતા. જે બાદ હિંસા ફાટી નીકળી છે. મંદસૌરના કલેક્ટર અને એસપીને હટાવી દેવાયા છે.રતલામ અને નીમચના DMને પણ હટાવાયા છે. ખેડૂતોના પ્રદર્શન દરમિયાન પોલીસે ફાયરિંગ કર્યું હતું.

 

સુચવેલા સમાચાર