EXCLUSIVE:કુમાર વિશ્વાસે કહ્યુ-આપનું કોંગ્રેસીકરણ શરૂ થઇ ચુક્યુ છે

Apr 29, 2017 11:53 AM IST | Updated on: Apr 29, 2017 11:53 AM IST

અમારા ગૃપની હિન્દી ચેનલ ન્યુઝ18 ઇન્ડિયા સાથે ખાસ વાતચીતમાં આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને કવિ કુમાર વિશ્વાસએ કહ્યુ કે મે પાર્ટીમાં ક્યારેય કંઇ લીધુ નથી અને લાખો રૂપિયા આપ્યા છે એટલા માટે મારો હક બને છે કે હુ કંઇ કહી શકું. એટલા માટે મને લાગ્યુ કે કહેવું પડશે તો મે કહ્યુ છે.

વિશ્વાસએ કહ્યુ અમે પંજાબમાં ડ્રગ્સ વિરુદ્ધ લડાઇ લડવા ચુંટણી લડ્યા પરંતુ સફળતા ન મળી. પાર્ટી પર કમેટ તો ઠીક પણ નીકળી મુકે તેનો ખતરો રહ્યો આ સવાલના જવાબમાં તેમણે કહ્યુ મે પાર્ટી જોઇન ક્યા કરી હતી આ મારી પાર્ટી છે. મારા ઘરે તૈયાર થયેલી આ પાર્ટી છે. તેમણે કેજરીવાલના રોલ પર કહ્યુ કે તે જે કરી રહ્યા છે તે ઠીક કરી રહ્યા છે. તેણે આ પ્રસંગે અટલજીને પણ યાદ કર્યા. અને કહ્યુ હવે કાર્યકર્તા જાગી ગયા છે અને પાર્ટીમાં જવાબદારીઓનું વિભાજન થશે.

EXCLUSIVE:કુમાર વિશ્વાસે કહ્યુ-આપનું કોંગ્રેસીકરણ શરૂ થઇ ચુક્યુ છે

ઇવીએમ છેડછાડના સવાલ પર તેમણે કહ્યુ જો આટલી બધી પાર્ટીઓ સવાલ ઉઠાવે છે તો ચુંટણી પંચે આ દિશામાં વિચારવું જોઇએ. અમે પંજાબમાં ચુંટણી હાર્યા પણ લોકોના દીલ જીત્યા છીએ.દરેક પાર્ટીનું કોગ્રેસીકરણ થાય છે. ભાજપના 80 ટકા કોંગ્રેસીકરણ થઇ ચુક્યુ છે જ્યારે આપ માટે સ્વીકાર કરતા કહ્યુ કે 10થી 12 ટકા કોંગ્રેસીકરણ થઇ ચુક્યુ છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર