કશ્મીરમાં નવો પોસ્ટર બોય હિઝબુલ કમાન્ડર ભટ ઠાર કરાયો

May 27, 2017 12:17 PM IST | Updated on: May 27, 2017 12:17 PM IST

કશ્મીરમાં નવો પોસ્ટર બોય સબ્ઝાર અહમદ ભટ્ટ ત્રાલમાં સેનાના એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે.આતંકીઓ વિરુદ્ધ સેનાને મોટી સફળતા મળી છે. ત્રાલમાં અથડામણ દરમિયાન ટૉપ હિઝબુલ કમાન્ડર સબઝાર ઠાર કરાયો છે.બારામુલાના રામપુર સેક્ટરમાં વધુ 2 આતંકી ઠાર કરાયા છે.રામપુર સેક્ટરમાં કુલ 6 આતંકીઓ ઠાર કરાયા છે.ત્રાલમાં સેના દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ છે.

ત્રાલમાં ભટ્ટ માર્યો ગયાની અહેવાલને પગલે અનંતનાગ જિલ્લાના પાંચ અલગ અલગ વિસ્તારમાં સેના પર પત્થરમારો કરાયો હોવાનું પણ જાણવા મળે છે. બુરહાન વાની અને સબ્ઝાર ભટ્ટ બંને ત્રાલ વિસ્તારથી નાતો હતો.

કશ્મીરમાં નવો પોસ્ટર બોય હિઝબુલ કમાન્ડર ભટ ઠાર કરાયો

જમ્મુ-કશ્મીર પોલીસના મહાનિદેશ એસપી વૈદ્યએ news 18 સાથે ફોન પર વાતચીતમાં જણાવ્યુ કે, સબ્ઝાર ભટ્ટ આતંકીઓ સાથે અથડામણ સમયે ત્યા હાજર હતો. પરંતુ તે માર્યો ગયો કે નહી તેની પુષ્ટી સર્ચ ઓપરેશન પુરુ થયા બાદ કરી શકાશે.

 

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર