કશ્મીરના સોપોરમાં આતંકીઓ સાથે અથડામણ,બે આતંકી ઠાર

Jun 01, 2017 08:50 AM IST | Updated on: Jun 01, 2017 08:50 AM IST

જમ્મ-કશ્મીરના સોપોરમાં નાધીપોર વિસ્તારમાં સેના અને આતંકિયો વચ્ચે ગુરુવારે સવારે અથડામણ થઇ છે. કલાકો સુધી આતંકીઓ દ્વારા ફાયરિંગ કરાતા સેનાએ વળતો જવાબ આપ્યો હતો. બાદમાં સેનાએ બંને આતંકીઓને ઠાર કર્યા છે. રિપોર્ટ અનુસાર આનું કનેકશન બુધવારે પોલીસ પર થયેલા હુમલા સાથે હોઇ શકે છે.

નોધનીય છે કે સોપાર માર્કેટમાં પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ પર ગ્રેનેડથી હુમલો કર્યા હતો. જેમાં ચાર પોલીસ ઘવાયા છે. જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ભરતી કરાયા છે.,

કશ્મીરના સોપોરમાં આતંકીઓ સાથે અથડામણ,બે આતંકી ઠાર

હિજબુલ કમાન્ડર સબ્ઝાર બટના એન્કાઉન્ટરમાં માર્યા ગયા પછી સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઇ ગઇ છે.

સુચવેલા સમાચાર