J&Kના બારામૂલામાં 4 આતંકી ઠાર,સર્ચ ઓપરેશન ચાલુ

May 27, 2017 10:03 AM IST | Updated on: May 27, 2017 10:06 AM IST

જમ્મુ-કશ્મીરના બારામૂલાના રામપુરા સેક્ટરમાં ઘુસણખોરીનો પ્રયાસ કરતા ચાર આતંકીઓને સેનાએ ઠાર કર્યા છે. સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ છે. મનાય છે કે, જેમ બરફ પીગળી રહ્યો છે તેમ પાકિસ્તાન તરફથી ઘુસણખોરીનો પ્રયાસ વધુ થઇ રહ્યો છે. શુક્રવારે સેનાએ ઘુસણખોરીનો પ્રયાસ કરતા પાકિસ્તાન બોર્ડર એક્શન ટીમે ત્રમને પકડ્યા હતા.

બીજી બાજુ સેનાએ ગઇકાલે રાતે જમ્મુ-કશ્મીરના પુલવા જિલ્લામાં ત્રાલક્ષેત્રમાં આતંકિયો સાથે એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીને ઠાર કર્યા છે. આ પહેલા 21મેના કુપવાડાના નૌગામા આતંકીઓ સાથે અથડામણમાં ત્રમ જવાન શહીદ થયા હતા. જ્યારે જવાબમાં ચાર આતંકી માર્યા ગયા હતા.

J&Kના બારામૂલામાં 4 આતંકી ઠાર,સર્ચ ઓપરેશન ચાલુ

સુચવેલા સમાચાર