ચુંટણી આયોગ ધૃતરાષ્ટ્ર બની બીજેપીને સત્તામાં પહોચાડે છેઃકેજરીવાલનો આરોપ

Apr 10, 2017 03:58 PM IST | Updated on: Apr 10, 2017 03:58 PM IST

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આજે પ્રેસ કોન્ફરન્સ કરી ચુંટણી આયોગને ધૃતરાષ્ટ્ર કહ્યુ હતુ. કેજરીવાલે કહ્યુ કે રાજસ્થાનના ધૌલપુરમાં વિધાનસભા ચુંટણીમાં ઇવીએમમાં ગડબડી પકડાઇ હતી પરંતુ આયોગે હજુ સુધી કોઇ એક્સન નથી લીધું.

કેજરીવાલે કહ્યુ ધૌલપુર વિધાનસભા ચુંટણી 200માંથી 18 ઇવીએમમાં ગડબડ હતી. કોઇ પણ બટન દબાવો પણ બીજેપીને વોટ જઇ રહ્યો હતો.ચુંટણી આયોગ ધૃતરાષ્ટ્ર બની ગયુ છે જે પોતાના દિકરા દુર્યોધનને કોઇ પણ કિંમતે સત્તામાં લાવવા માગે છે.

ચુંટણી આયોગ ધૃતરાષ્ટ્ર બની બીજેપીને સત્તામાં પહોચાડે છેઃકેજરીવાલનો આરોપ

શક થઇ રહ્યો છે કે આ બધુ ચુંટણી આયોગના ઇશારે તો નથી થઇ રહ્યુ. આ મશીનોમાં ગડબડીનો મતલબ 10 ટકા વોટિંગમાં ગડબડી થઇ છે.

તેમણે કહ્યુ હું પણ એન્જીનીયર છું, આઇઆઇટીમાં ભણ્યો છે, આ મશીનની ગડબડી નહી પરંતુ છેડછાડ છે. જે બહુ ચોકસાઇ પુર્વક થઇ રહ્યું છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર