નકલી પાસપોર્ટ કેસઃ ડોન છોટા રાજન અને 3 ઓફિસરોને 7 વર્ષની સજા

Apr 25, 2017 04:20 PM IST | Updated on: Apr 25, 2017 04:20 PM IST

નકલી પાસપોર્ટ મામલે દિલ્હીની પટિયાલા કોર્ટે આજે અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને સજાનું એલાન કર્યું છે. છોટા રાજનને 7 વર્ષની સજા,અન્ય 3 દોષિત ઓફિસરોને પણ 7 વર્ષની સજા ફટકારી છે.

નકલી પાસપોર્ટ કેસમાં વિશેષ CBI કોર્ટે દોષિતને રૂ.15 હજારનો દંડ પણ ફટકાર્યો છે. નકલી પાસપોર્ટ મામલે પટિયાલા હાઉસ કોર્ટે આઇપીસી કલમ 420,468,471,120બી, પ્રિવેશન ઓફ કરપ્શન એક્ટ મામલે સુનાવણી હાથ ધરી હતી. જેમાં સજા કરાઇ છે.

નકલી પાસપોર્ટ કેસઃ ડોન છોટા રાજન અને 3 ઓફિસરોને 7 વર્ષની સજા

શું હતો મામલો

નોધનીય છે કે, ચોટા રાજન પર 70થી વધુ ગુના નોધાયેલા છે. સીબીઆઇએ સપ્ટેમ્બર 2003માં મોહન કુમારના નામ પર નકલી પાસપોર્ટ અને ટુરિસ્ટ વીઝા પર છોટા રાજન ભારતથી ઓસ્ટ્રેલિયા ભાગી ગયો હતો. ત્યાર પછી 12 વર્ષ સુધી ત્યાં રહ્યો હતો.

પછી ઓક્ટોમ્બર 2015માં છોટા રાજન ઓસ્ટ્રેલિયાથી ઇડોનેશિયા પહોચ્યો. ઇન્ટરપોલના રેડ કોર્નર નોટિસ પછી બાલીમાં તેની નવેમ્બર 2015માં ધરપકડ પછી ભારતને સોપાયો છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર