ભારતીય સીમામાં ઘુસ્યુ ચીનનું હેલિકોપ્ટર,4 મીનીટ સુધી ઉડતુ રહ્યુ

Jun 04, 2017 11:34 AM IST | Updated on: Jun 04, 2017 11:40 AM IST

ભારત-ચીન સીમા નજીક ચમોલી જિલ્લા બરાહોટી વિસ્તારમાં ભારતીય ક્ષેત્રમાં એક સંદિગ્ધ ચીની હેલિકોપ્ટર ઉડતુ જોવા મળ્યુ છે. અધિકારીઓ દ્વારા આ મામલાની તપાસ શરૂ કરાઇ છે.

આ મામલે ચમોલી પોલીસ અધીક્ષક તૃપ્તિ ભટ્ટએ જણાવ્યુ કે સવારે સવા નવ વાગ્યે એક હેલિકોપ્ટર ભારતીય નભક્ષેત્રનું ઉલ્લંઘન કરી બરાહોટી ક્ષેત્ર ઉપર ઉડતુ દેખાયુ હતું.

ભારતીય સીમામાં ઘુસ્યુ ચીનનું હેલિકોપ્ટર,4 મીનીટ સુધી ઉડતુ રહ્યુ

આ લગભગ ચાર મિનિટ સુધી ભારતીય સીમાની અંદર રહ્યુ હતું. તેમણે કહ્યુ આવી ઘટનાઓ પહેલા પણ થઇ ચુકી છે. જો કે અમે એ નથી કહેતા કે આ ઉલ્લંઘન ટોહ લેવાના ઉદ્દેશ્યથી જાણીજોઇને કરાયુ છે કે આ અનજાનામાંથયુ છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર