હોમલોન 12વર્ષમાં સૌથી સસ્તી, ઘર ખરીદવા માટે અત્યારે સોનેરી તક

May 11, 2017 01:53 PM IST | Updated on: May 11, 2017 01:53 PM IST

જો તમે પોતાનું ઘર નથી ખરીદ્યું તો આપના માટે હવે સોનેરી તક છે. જાણકારોનું કહેવું છે કે 12 વર્ષમાં આ પહેલીવાર શાનદાર તક આવી છે જેમાં બેંક સસ્તી લોન આપી રહી છે. હોમલોનની વ્યાજદર અને સરકાર તરફથી અપાતી સુવિધાઓ વિશે જાણકારી મેળવીએ

નોધનીય છે કે 12 વર્ષમાં સૌથી સસ્તી હોમલોન અત્યારે મળી રહી છે તમે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ફાયદો પણ લઇ શકો છે. પીએમ આવાસ યોજનામાં લોન પર સબસીડી અપાઇ રહી છે. 18 લાખ રૂપિયા સુધી કમાણીવાળા લોકોને સસ્તી લોન મળી શકે છે. સાથે નોટબંધી પછી પ્રોપર્ટીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આટલું જ નહી બિલ્ડર અફોર્ડેબલ પ્રોજેક્ટ તરફ વળ્યા છે. આ સિવાય રેરા લાગુ પડતા રિયલ એસ્ટેટમાં છેતરપીંડીની આશંકા ઓછી થશે.

હોમલોન 12વર્ષમાં સૌથી સસ્તી, ઘર ખરીદવા માટે અત્યારે સોનેરી તક

હોમલોન વ્યાજ પર નજર કરીએ તો એસબીઆઇ 8.35 ટકાના દરે હોમલોન આપી રહી છે. જ્યારે એચડીએફસી હોમલોન 8.5 ટકાના દરે આપી રહી છે. પીએનબી પણ 8.5 ટકાના દરે હોમલોન આપે છે. આઇસીઆઇસીઆઇ બેંક અને એક્સિસ બેંક પણ હોમલોન 8.65 ટકાના દરે આપે છે.

આવી રીતે માનીએ તો 20 વર્ષ માટે 8.35 ટકા વ્યાજના દરે 30 લાખ રૂપિયાની હોમલોન લઇએ તો તમારી માસિક હપતો 25750 રૂપિયા થાય છે. જો તમે 20વર્ષ માટે 8.50 ટકાના વ્યાજ દરે 30 લાખની હોમલોન લીધી છે તો તમારે મહિને 26034 રૂપિયા હપ્તો થશે.

હોમ લોન 8.35 ટકાના ્યાજદરે મળતા માસિક 25750 રૂપિયા થાય છે. મતલબ 761 રૂપિયા માસિક બચત થશે. પરંતુ 20વર્ષ સુધીની તમારી બચત 1.83 લાખ થઇ જશે.

એટલું જ નહી પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઇ હોમલોન પર વ્યાજની છૂટ અપાય છે. ગૃપ-1માં વર્ષની 6-12લાખની આવક વાળાઓને 9 લાખ સુધીની લોન પર વ્યાદરમાં 4 ટકાની છુંટ મળે છે. આ છુંટથી 2.35 લાખ રૂપિયા તમારી બચત થશે. જ્યારે મિડલ ઇનકમ ગૃપ 2માં વર્ષની 12-18 લાખ રૂપિયા આવક વાળાઓને 12 લાખ સુધીની રકમ પર 3 ટકા વ્યાજમાં છુંટ મળે છે. 3 ટકા છુંટથી તમારે 2.30લાખ રૂપિયા બચત થશે.

સાથે હોમલોન પર ટેક્સની છુંટનો ફાયદો થશે. હોમલોનમાં પ્રિસિપલ રીપેમેન્ટ પર સેક્સન 80સીને તહત ટેક્સ છુટ મળે છે. ઘરના સ્ટેપ ડ્યુટી અને રજિસ્ટ્રેસન ખર્ચ પર સેક્સન 80સીને તહત ટેક્સ છુટ મળે છે. 1.5 લાખ રૂપિયા સુધીની સીમામાં રીપેમેટ અને સ્ટેપ ડ્યુટીની છુંટ મળે છે. જો કે આ છુંટ પજેશન પછી મળે છે. હોમલોન વ્યાજ પર સેક્સન 24 કે તહત છુટ મળે છે. હોમલોનના વ્યાજ પર 2 લાખ રૂપિયા સુધીની ટેક્સ છુટ મળે છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર