સુપ્રીમ કોર્ટએ કહ્યુ-અમે માત્ર ત્રિપલ તલાક પર સુનાવણી કરીશું બહુ વિવાહ પર નહી

May 11, 2017 11:14 AM IST | Updated on: May 11, 2017 12:48 PM IST

સુપ્રિમ કોર્ટએ ત્રણ તલાક મામલે થયેલી અરજી અંગે આજે સુનાવણી શરૂ કરી છે. કોર્ટએ ચોખ્ખુ કહ્યુ છે કે તે માત્ર ત્રિપલ તલાક મામલે જ સુનાવણી કરશે. એક કરતા વધુ લગ્ન મામલે નહી. જો કે કોર્ટએ એ જરૂર કહ્યુ કે ત્રણ તલાક પર સુનાવણી દરમિયાન જો જરૂર પડશે તો નિકાહ હલાલ પર ચર્ચા કરીશું.

મામલાની સુનાવણી પાંચ જજોની બેંચમાં કરાશે. જેમાં એએસ ખેહર મુખ્ય ન્યાયાધીશ(સીજેઆઇ) રહેશે. આ સિવાય જસ્ટિટ કુરિયન જોસફ, આરએફ નરીમન, યુયુલલિત અને અબ્દુલ નજીર પણ સામેલ છે. આ પાચેય જજ શિખ,ઇસાઇ,પારસી,હિન્દુ અને મુસ્લિમ સમુદાયના છે.કોર્ટે પહેલા જ કહ્યુ હતું કે આ મામલે 11થી 19મે સુધી સુનાવણી કરાશે.

સુપ્રીમે આજે સાત અરજીઓ પર સુનાવણી હાથ ધરતા કહ્યું હતું કે, ત્રણ તલાકએ ઇસ્લામનો મુળ હિસ્સો છે?, અમે ત્રમ તલાક પર સમિક્ષા કરીશું.ત્રણ તલાકએ ઇસ્લામનો મુળ હિસ્સો છે. મુળ હિસ્સો હોય તો દખલગીરી ન થાય. બહુ વિવાહ પર કોઇ સુનાવણી નહી.અમે ત્રિપલ તલાક પર સમીક્ષા કરીશું.

 

 

સુચવેલા સમાચાર