હોળી ધુળેટીએ પાકિસ્તાનની નાપાક હરકત, પૂંછમાં કર્યો ગોળીબાર

Mar 13, 2017 03:00 PM IST | Updated on: Mar 13, 2017 11:45 PM IST

નવી દિલ્હી #પાકિસ્તાન વધુ એક નાપાક હરકત કરી છે. સોમવારે દેશ આખો ધુળેટી મનાવતો હતો તો પાકિસ્તાનને પૂંછ વિસ્તારમાં ફાયરિંગ કરતાં સ્થિતિ વણસી હતી. ભારતીય સેનાએ પણ સામે જડબાતોડ જવાબ આપ્યો હતો.

સોમવારે દેશ આખો હોળી ધુળેટી મનાવી રહ્યો હતો ત્યારે પુંછ વિસ્તારમાં પાકિસ્તાન તરફથી ગોળીબાર થતાં સ્થિતિ વણસી હતી. ગોળીબારને પગલે ભારતીય સેના સતર્ક બની હતી અને સામે જવાબ આપ્યો હતો.

હોળી ધુળેટીએ પાકિસ્તાનની નાપાક હરકત, પૂંછમાં કર્યો ગોળીબાર

પાકિસ્તાની સેનાએ આજે ફરી જમ્મુ-કશ્મીરના પુંછ જિલ્લાની નિયંત્રણ રેખા પર ભારતીય ચોકિઓ પર કોઇ કારણ વગર ગોળીબારી કરી હતી. રક્ષા મંત્રાલયના પ્રવક્તા લેફ્ટિનેટ કર્નલ મનીષ મેહતાએ કહ્યુ કે પાકિસ્તાન એલઓસી પર કૃષ્ણા ઘાટી સેકટરમાં ભારતીય ચોકિઓને નિશાન બનાવી 82એમએમ મોર્ટાર અને સ્વચાલિત હથિયારોનો ઉપયોગ કરે છે.

તેમણે કહ્યુ, ગોળીબારી રવિવારે 12 વાગ્યા આસપાસ શરૂ થઇ જો કે આપણા જવાનોએ તેનો મુંહતોડ જવાબ આપ્યો છે. અત્યારે પણ થોડી થોડી વારે ગોળીબારી ચાલુ છે. ગોળીબારીમાં જો કે હજુ સુધી કોઇ જાનહાની ન થતા રાહત અનુભવી છે.

સુચવેલા સમાચાર