પુર્વ નાણા પ્રધાન, તેમના પુત્રને ત્યા સીબીઆઇની તપાસ

May 16, 2017 09:22 AM IST | Updated on: May 16, 2017 09:22 AM IST

પુર્વ નાણા પ્રધાનના ઘરે દરોડા સીબીઆઇએ દરોડા પાડ્યા છે. પી.ચિદમ્બરમના ચેન્નઇ સ્થીત ઘરે સીબીઆઇના દરોડા પડ્યા છે.ચિદમ્બરમના પુત્રના ઘરે પણ દરોડા પડ્યા છે.16થી વધુ સ્થળો પર દરોડા પડ્યા છે.

પુર્વ કેન્દ્રીય મંત્રી અને કોગ્રેસના વરીષ્ઠ નેતા પી.ચિદંમ્બરમના દિકરાના ઘરે સીબીઆઇએ દરોડા પાડ્યા છે. મંગલવારે સવારે ચેન્નઇ,દિલ્હી અને નોયડા સહિત 16 જગ્યાએ દરોડા પાડ્યા છે. સીબીઆઇની અલગ અલગ ટીમો સવારે 7 વાગ્યાથી ઘરે પહોચી કાર્યવાહી કરી રહી છે.

પુર્વ નાણા પ્રધાન, તેમના પુત્રને ત્યા સીબીઆઇની તપાસ

જાણવા મળ્યા મુજબ કાગળો સહિત સીલ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. કમ્પ્યુટર અને હાર્ડડિસ્ક પણ જપ્ત કરાઇ છે.

પી.ચિદંમ્બરમે બીજેપી સરકાર પર જાણીજોઇને પરેશાન કરાતા હોવાનો આરોપ લગાવી ચુક્યા છે. તેમણે એ પણ કહ્યુ કે બદનામ કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે.

ફેમાના ઉલ્લંઘન પર ઇડીએ આપી હતી નોટિસ

નોધનીય છે કે પહેલી વાર આવુ નથી થયું જ્યારે ચિદંમ્બરમના દિકરા કાર્તિક પર કાર્યવાહી કરાઇ હોય. ઇડીએ કાર્તિકને 45 કરોડ રૂપિયાના ફેમા ઉલ્લંઘન મામલે પણ નોટિસ ફટકારી હતી. આરોપ છે કે તેઓ વાસન હેલ્થકેયર પ્રાઇવેટ લિમિટેડ કંપનીથી કથિત રીતે જોડાયેલા છે.આ કંપનીથી જોડાયેલ વિદેશી રોકાણકારોથી 2100 કરોડ રૂપિયા લેવાયા છે.

ફાઇલ તસવીર

સુચવેલા સમાચાર