પેટા ચુંટણી2017:શ્રીનગરમાં વોટિંગ દરમિયાન ફાયરિંગ,એમપીમાં બૂથ કેપ્ચરિંગનો પ્રયાસ

Apr 09, 2017 12:35 PM IST | Updated on: Apr 09, 2017 12:40 PM IST

દેશના 9 રાજ્યોમાં 1 લોકસભા અને 10 વિધાનસભાની ઉપ ચુંટણીનું આજે વોટિંગ સવારથી શરૂ થયું છે. આ વચ્ચે જમ્મુ-કશ્મીરમાં વોટિંગ દરમિયાન કેટલાક વિસ્તારોમાં હિંસાના સમાચાર છે. બડગામમાં કેટલીક જગ્યાએ સુરક્ષા દળો પર પથ્થરમારો અને ફાયરિંગ કરાયું છે. જેમાં 2 લોકોના મોત થયા છે. આ સિવાય અલાવા ગાંદરબલમાં પણ પથ્થરમારો કરાયો છે.

તો સુરક્ષાને લઇ આ સીટને સંબંધિત ત્રણ જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવાઇ છે. અહી કેટલાક વિસ્તારોમાં ધીમી ગતીએ મતદાન થઇ રહ્યુ છે. કેટલાક બુથ પર તો માત્ર ત્રણ કે ચાર વોટ જ પડ્યા છે. નોધનીય છે કે શ્રીનગરમાં લોકસભા સીટ માટે પેટા ચુંટણી યોજાઇ છે.

પેટા ચુંટણી2017:શ્રીનગરમાં વોટિંગ દરમિયાન ફાયરિંગ,એમપીમાં બૂથ કેપ્ચરિંગનો પ્રયાસ

આ વચ્ચે ઘાટીમાં ત્રણ ચુંટણી વિસ્તારમાં અલગાવવાદીયોએ હડતાલનું એલાન આપ્યું છે. જેને લઇ જનજીવન પ્રભાવિત છે.ચુંટણી પ્રક્રિયાથી દૂર રહેવા લોકોને કહેવાયું છે.શ્રીનગર, વડગામ અને બંદરબલમાં દુકાનો બંધ છે. સરકારે આ ત્રણ જિલ્લામાં આજે રજા જાહેર કરી છે.

એમપીમાં બૂથ કેપ્ચરિંગનો પ્રયાસ

મધ્ય પ્રદેશના અટેરા અને બાંધવગઢ વિધાનસભા સીટ પર ઉપ ચુંટણીમાં વોટિંગ થઇ રહ્યુ છે. આ વચ્ચે ભિડમાં અટેરા વિધાનસભા ઉપ ચુંટણીમાં સાંકરી કેન્દ્ર પર બુધ કેપ્ચરિંગનો પ્રયાસ કરાયો છે. અહી પહોચેલા કોંગ્રેસ ઉમેદવાર હેમંત કટારેએ બીજેપી સમર્થકો પર બૂથ કેપ્ચરિંગનો આરોપ લગાવ્યો છે.

આ સીટો પર થઇ રહી છે પેટા ચુંટણી

દિલ્હીના રાજૌરી ગાર્ડન, મધ્ય પ્રદેશના અટેર અને બાંધવગઢ, કર્ણાટકના નંજનગુડ અને ગુંડુલૂપેટ, અસમની ધેમાજી, હિમાચલની ધોરંજ, પશ્વિમ બંગાળની કાંઠી દક્ષિણ, રાજસ્થાનની ધોલપુર અને ઝારખંડની લીટીપાર સીટ સામેલ છે. વોટોની ગણતરી 13 એપ્રિલે થશે.ઐ

સુચવેલા સમાચાર