કશ્મીરમાં ગોળીઓથી વિધાયેલું મળ્યુ સેનાના લેફ્ટિનેટનું શવ, અખનૂરમાં હતું પોસ્ટિંગ

May 10, 2017 10:00 AM IST | Updated on: May 10, 2017 12:22 PM IST

કશ્મીરમાં સેનાના એક લેફ્ટિનેટ ઓફિસરનું ગોળીઓથી વિધી દેવાયેલું શબ મળ્યુ છે. દક્ષિણ કશ્મીરના શોપિયામાં આ શવ મળ્યુ છે. આસંકાછે કે આતંકિયોએ ગોળી મારી હત્યા કરી છે.

ઓફિસરનું નામ ઉમર ફૈયાજ છે. તે ગુલગામનો છે. તેમની ઉમર માત્ર  23 વર્ષ હતી. ન્યુઝ 18 ઇન્ડિયાને મળેલી જાણકારી મુજબ ફૈયાજ રાજપૂતાના રાઇફલમાં હતા. તેમની પોસ્ટીગ અખનૂર સેક્ટરમાં હતી.

કેવી રીતે થઇ હત્યા

મનાય છે કે ફૈયાજ એક લગ્નમાં સામેલ થવા આવ્યો હતો. આશંકા છે કે પાછા ફરતી વખતે કેમનું અપહરણ કરી હત્યા કરી દેવાઇ છે. હત્યા પછી તેમનું શવ ચોક પર ફેકી દેવાયું હતું.

સુચવેલા સમાચાર