મનોજ તિવારીના ઘર પર હુમલો, કહ્યુ-ષડયંત્ર પાછળ દિલ્હી પોલીસ

May 01, 2017 11:43 AM IST | Updated on: May 01, 2017 11:48 AM IST

બીજેપી સાંસદ અને દિલ્હીના બીજેપી અધ્યક્ષ મનોજ તિવારીના ઘર પર કેટલાક અજ્ઞાત લોકો દ્વારા હુમલો કરાયો છે. આ મામલે તિવારીએ કહ્યુ હતું કે, આ એક મોટું ષડયંત્રનો ભાગ છે. મીડિયા સાથે વાતચિતમાં કરતા તેમણે દિલ્હી પોલીસ પણ આમા સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે.

દિલ્હી પોલીસના સુત્રોના કહેવા અનુસાર ગત રાત્રે મનોજ તિવારીના ઘરની બહાર બનેલી ઘટના રોજરેજનો મામલો છે. જેમાં મનોજ તિવારીના ઘર પાસે બે જુથોમાં અથડામણ થઇ જેમાં એક ગાડી તેમના ઘરમાં ઘુસી ગઇ. જેમાં સ્ટાફને મામુલી ચોટ આવી છે. અને પાર્કિગમાં ઉભેલ કારના કાચ તુટી ગયા છે. સ્ટાફની ઓળખ પર આરોપી બંને હુમલા ખોરને પોલીસે પકડી લીધા છે.

મનોજ તિવારીના ઘર પર હુમલો, કહ્યુ-ષડયંત્ર પાછળ દિલ્હી પોલીસ

 

 

 

સુચવેલા સમાચાર