ઉત્તરપ્રદેશની ઐતિહાસિક જીતનું બોનસઃ હવે રાષ્ટ્રપતિ પણ ભાજપના બનશે

Mar 13, 2017 10:02 AM IST | Updated on: Mar 14, 2017 12:15 AM IST

નવી દિલ્હી #પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીતને પગલે ભાજપનો સિતારો સાતમા આસમાને જોવા મળી રહ્યો છે. ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડની શાનદાર જીતને લીધે ભાજપને સંસદમાં સીધો ફાયદો થવા જઇ રહ્યો છે સાથોસાથ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં સીધો લાભ થશે. આ જીતની બોનસના રૂપમાં જાણે ભાજપને હવે રાષ્ટ્રપતિ પદ પણ મળશે.

શનિવારે દેશના પાંચ રાજ્યોની ચુંટણીના પરિણામ જાહેર થયા છે જેમાં યુપી અને ઉત્તરાખંડમાં બીજેપીને સ્પષ્ટ બહુમતી મળી છે. બંપર જીત સાથે બીજેપી રાષ્ટ્રપતિ પણ પોતાની પસંદગીના બનાવી શકશે. હાલમાં રાષ્ટ્રપતિ ડો.પ્રણવ મુખર્જીનો કાર્યકાળ 25 જુલાઇએ પુર્ણ થઇ રહ્યો છે.

ઉત્તરપ્રદેશની ઐતિહાસિક જીતનું બોનસઃ હવે રાષ્ટ્રપતિ પણ ભાજપના બનશે

દેશના સૌથી મોટા રાજ્ય યુપીમાં જીત મળ્યા પછી રાષ્ટ્રપતિ ચુંટણી માટે સ્થિતિ મજબુત થઇ ગઇ છે. આ ચુંટણી પહેલા ભાજપને પોતાની પસંદગીના રાષ્ટ્રપતિ બનાવવા માટે 92 હજાર વોટ જરૂર હતા. હવે યુપી, ઉત્તરાખંડમાંસરકાર બનતાં રાષ્ટ્રપતિ પણ ભાજપ પોતાની પસંદગીના બનાવી શકશે.

રાષ્ટ્રપતિ પદની ચુંટણીમાં લોકસભા, રાજ્યસભા સાથોસાથ રાજ્યોની વિધાનસભાઓના ધારાસભ્યો પણ ભાગ લે છે. બધા સદસ્યોના વોટ વેલ્યુના આધાર પર આ ચુંટણી થાય છે. ચુંટણી માટે લગભગ 11 લાખ વોટ વેલ્યુ હોય છે. આમાંથી સાડા પાંચ લાખ વોટ વેલ્યુ મળે તે ઉમેદવાર જીતી જાય છે.

સંસદ સદસ્યના વોટ નિશ્વિત છે જ્યારે ધારાસભ્યોના વોટ વેલ્યુ એરિયાની જનતાના આધારે હોય છે, સૌથી વધારે વોટ વેલ્યુ યુપીમાં 208 છે, જ્યારે સૌથી ઓછા સિક્કિમના ધારાસભ્યોના ફક્ત 7 છે. સાંસદોના કુલ વોટ વેલ્યુ 5,49,408 છે જ્યારે ધારાસભ્યોની વોટ વેલ્યું 5,49,474 છે.  બંનેના મળી વોટ વેલ્યુ લગભગ 11 લાખ થાય છે. રાષ્ટ્રપતિ બનવા માટે 5,49,442 વોટ વેલ્યુની જરૂર પડે છે.

રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની દોડમાં પુર્વ કેન્દ્રીય મંત્રી ડો.મુરલી મનોહર જોશી, લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન, સુષમા સ્વરાજ, વૈકેયા નાયડુ છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર