કોંગ્રેસ છોડી ભોજપુરી અભિનેતા રવિ કિશન ભાજપમાં જોડાયા

Feb 19, 2017 10:50 AM IST | Updated on: Feb 19, 2017 10:50 AM IST

નવી દિલ્હીઃભોજપુરી અભિનેતા રવિ કિશન ભાજપમાં જોડાયા છે. આજે અમિત શાહની હાજરીમાં રવિ કિશન કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા છે.ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં નવી દિલ્હીમાં રવિ કિશને ભાજપનો હાથ થામ્યો છે. ટ્વીટ સાથે તિવારીએ રવિ કિશનની ફોટો પણ શેયર કરી હતી. રવિ કિશન અત્યારે ફેમસ ટીવી સિરિયલ ભાભી જી ઘર પર હૈમાં રોલ નિભાવી રહ્યા છે. આ પહેલા તે અનેક ભોજપુરી અને બોલીવુડ ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે.

આશ્ચર્યની વાત એ છે કે રવિ કિશન 2014ની લોકસભા ચુંટણી જોનપુર સીટથી કોંગ્રેસની ટીકીટ પર લડ્યા હતા. જો કે તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો. આ વચ્ચે રવિ કિશનના આ રાજકીય કદમ કેટલાય નવા સમિકરણો છે.

કોંગ્રેસ છોડી ભોજપુરી અભિનેતા રવિ કિશન ભાજપમાં જોડાયા

17 જુલાઇ 1969માં યુપીમાં જન્મેલા રવિ કિશને ટીવી સીરિયલ, બોલીવુડ ફિલ્મો સહિત ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યુ છે. 2006માં બિગબોસમાં તેઓ દેખાયા હતા. તેમણે જલક દિખલા જા ના પાંચમી સીજનમાં કામ કરેલું છે.

સુચવેલા સમાચાર