કોલર પકડી કેજરીવાલને મોકલીસ તિહાડ,કપીલ મીશ્રા થયા બેભાન

May 14, 2017 12:36 PM IST | Updated on: May 14, 2017 03:02 PM IST

સપ્તાહથી દિલ્હીના સીએમ સામે મોરચો માડી બેઠેલ દિલ્હીના પુર્વ મંત્રી કપિલ મિશ્રાએ રવિવારે પ્રેસ કોન્ફરન્સમાં ઘણા ખુલાસા કર્યા અને કેજરીવાલ પર ફરી ભ્રષ્ટ્રાચાર કરવા અને કાળા નાણાને સફેદ કર્યાનો આરોપ લગાવ્યો હતો.

કેજરીવાલે ધમકી આપતા કહ્યુ કે સાંજ સુધી કેજરીવાલનો કોલર પકડી તિહાડ મોકલીશું. બધા દસ્તાવેજ સીબીઆઇ પાસે લઇ જઇશ.

કોલર પકડી કેજરીવાલને મોકલીસ તિહાડ,કપીલ મીશ્રા થયા બેભાન

આમ આદમી પાર્ટીથી કાઢી મુકાયેલ કરાવલ નગરના ધારાસભ્ય કપિલ મિશ્રાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી વધુ એકક ખુલાસો કરતા આમ આદમી પાર્ટીના ખાતામાં વર્ષ 2015 અને 2016ની ડીટેઇલ છે તે ત્રણ વર્ષ સુધી બ્લેક મની વાઇટ કરાઇ છે. ડોનેશનને વેબસાઇટ પર ન દેખાડાયુ અને ન ચુંટણી પંચને બતાવાયું. તેમણે આ બધુ કાણુ નાણું એક્સિસ બેન્કના માધ્યમથી સફેદ કર્યું છે. આ પૈસાથી વિદેશ યાત્રા કરવામાં આવી. 16 કંપનીઓ દ્વારા એકઠુ કરાયેલું ફંડ છુપાવાયું છે.

kapil_new

કપિલ મિશ્રા બોલતા બોલતા પડી ગયા હતા.સહયોગિઓએ તેને સંભાળી અને આરએમએલના ડોક્ટરે તેને એમ્બ્યુલન્સમાં બેસાડી હોસ્પિટલ લઇ ગયા હતા. બેહોશ થતા પહેલા ઠીક એક ચેક દેખાડી રહ્યા હતા.

કપીલે પાવર પોઇન્ટ પ્રેજેન્ટેશન દ્વારા ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યુ કેવી રીતે નકલી કંપની બનાવી ફંડ ઉઘરાવાતું હતું. હવાલા અને બ્લેક મનીનો ખેલ કેજરીવાલની જાણકારીમાં થયો છે. 45 કરોડનું ફંડ ફર્જી કંપનીસે આપના ખાતામાં ટ્રાસફર કરાયું છે. ચુંટણી આયોગને 45 કરોડમાંથી માત્ર 9 કરોડની જાણકારી આપવામાં આવી છે. તેમણે મોહલ્લા ક્લીનીકમાં પણ ગોટાળાનો આરોપ લગાવ્યો છે. પીસીમાં જ કેજરીવાલ પર હુમલા બોલતા કપિલે કહ્યુ આજે સાંજ સુધી સીએમ પદેથી રાજીનામું નહી આપે તો કોલર પકડી કુર્સી પરથી નીચે ઉતારીશ.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર