બાબરી કેસઃઅડવાણી-ઉમા પર ફરી ટ્રાયલ ચાલશે કે નહી?આજે સુનાવણી

Mar 23, 2017 09:21 AM IST | Updated on: Mar 23, 2017 09:21 AM IST

સુપ્રીમ કોર્ટમાં બાબરી ધ્વંસ કેસની આજે સુનાવણી હાથ ધરાશે. 25 વર્ષ જુના કેસમાં સપ્રીમ કોર્ટે કાલે એ નક્કી કરવાનું હતું કે આરોપી બીજેપી નેતાઓ પર બીજીવાર કેસ ચલાવવો કે નહી, પરંતુ સુનાવણી ટળી હતી.

આ મામલાથી જોડાયેલા મહત્વના આરોપીમાં ઉત્તર પ્રદેશના તત્કાલીન સીએમ કલ્યાણસિંહ અત્યારે રાજસ્થાનના રાજ્યપાલ છે ત્યારે ઉમા ભારતી કેન્દ્રના મંત્રી છે. મુરલી મનોહર જોશી કાનપુરથી તથા લાલકૃષ્ણ અડવાણી ગાંધીનગરથી સાંસદ છે.

બાબરી કેસઃઅડવાણી-ઉમા પર ફરી ટ્રાયલ ચાલશે કે નહી?આજે સુનાવણી

નોધનીય છે કે, નીચલી કોર્ટે તેમની સામેના આરોપોને સ્વીકાર્યા ન હતા.ગત સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે તપાસનીશ એજન્સી સીબીઆઈને કહ્યું હતું કે, અડવાણી સહિત અન્યોને ટેક્નિકલ ગ્રાઉન્ડ પર છોડી મૂકવાની અરજી અમે નહીં સ્વીકારીએ. અમે ટ્રાયલ કોર્ટને સંયુક્ત ખટલો ચલાવવા નિર્દેશ આપીશું.અડવાણીના વકીલે દલીલ આપતા કહ્યું હતું કે, જો ગુનાહિત કાવતરાંની કલમ ઉમેરવી હોય તો નીચલી અદાલતમાં જુબાની આપનાર તમામ 183 સાક્ષીઓની ફેર તપાસ થવી જોઈએ.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર