બાબા રામદેવ શહીદોના બાળકોને આપશે મફત શિક્ષણ,પતંજલિનું ટર્નઓવર રૂ.10561 કરોડ થયું

May 04, 2017 02:25 PM IST | Updated on: May 04, 2017 02:25 PM IST

યોગગુરુ બાબા રામદેવએ શહીદોના બાળકોને મફતમાં શિક્ષણ આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યુ કે, શહીદોના બાળકો માટે પતંજલિ આવાસીય સૈનિક સ્કુલ ખોલાશે. પતંજલિ સ્કુલમાં મફત શિક્ષા આપવામાં આવશે. સ્કુલ દિલ્હી એનસીઆરમાં ખોલવામાં આવશે. સાથે બાબા રામદેવએ કહ્યુ કે સુકમા હુમલાના શહીદ સીઆરપીએફના 25 જવાનોના પરિવારને બે-બે લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.

યોગગુરુ બાબારામદેવે હરિદ્વાર સ્થિત પતંજલિ યોગપીઠમાં આજે પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી કે પતંજલિનું વાર્ષિક ટર્ન ઓવર 10,561 કરોડ થયું છે. તેમણે કહ્યુ જમ્મુ-કશ્મીરમાં પણ કંપની પ્લાન્ટ લગાવશે. રામદેવે કહ્યુ પતંજલિનો ઉત્તરાધીકારી કોઇ કારોબારી નહી પરંતુ સન્યાસી હશે. પતાંજલીનો નફો 100 ટકાના દરે વધી રહ્યો છે. પતાંજલીએ નોયડામાં 400 એકર જમીન ખરીદી છે.

બાબા રામદેવ શહીદોના બાળકોને આપશે મફત શિક્ષણ,પતંજલિનું ટર્નઓવર રૂ.10561 કરોડ થયું

 

બાબા રામદેવે શું કહ્યુ જાણો

પતંજલિનું ટર્નઓવર રૂ.10561 કરોડ થયું

ગત વર્ષની સરખામણીમાં ટર્નઓવર વધ્યું

અમારો નફો 100 ટકાના દરે વધી રહ્યો છે

દિવ્ય ફાર્મસીનું ટર્નઓવર રૂ.870 કરોડ

પતંજલિની ક્ષમતાને લઈને લોકોએ સવાલ ઉઠાવ્યા

લોકોનો ભરોસો અમારી તાકાતઃ બાબા રામદેવ

વિજયનગરમાં પણ ફૂડ પ્રોડક્ટ્સના પ્લાન્ટ લગાવાશે

પતંજલિએ નોયડામાં 400 એકર જમીન ખરીદી

નાગપુર, ઈન્દોરમાં પ્લાન્ટ લગાવવાના શરૂ

પતંજલિનો ઉત્તરાધિકારી કોઈ વેપારી નહીં હોય

કોઈ સંન્યાસી હશે પતંજલિનો ઉત્તરાધિકારી

સુકમાના શહીદો માટે રૂ.2-2 લાખ આપવામાં આવ્યા

શહીદોના બાળકો માટે આવાસીય સ્કૂલો બનાવીશું

નિઃશુલ્ક આવાસીય પતંજલિ સ્કૂલઃ બાબા રામદેવ

જમ્મુ-કાશ્મીરમાં પ્લાન્ટની તૈયારીઃ બાબા રામદેવ

પતંજલિનો ઉદ્દેશ પૈસા બનાવવા નહીં: બાબા રામદેવ

માત્ર ઘી વેચીને રૂ.1466 કરોડની કમાણી કરીઃ રામદેવ

ટૂથપેસ્ટ વેચીને રૂ.940 કરોડ કમાયાઃ રામદેવ

પતંજલિ વિરુદ્ધ ભ્રમ ફેલાવવામાં આવ્યો

મુસ્લિમોને ગૌમૂત્રના નામે ભડકાવવામાં આવ્યા

પતંજલિના આંબળા જ્યૂસ પર સવાલ ઉઠાવવામાં આવ્યા

પતંજલિના દરેક ઉત્પાદનમાં ગૌમૂત્રની વાત અફવાઃ બાબા રામદેવ

પતંજલિનું ઉત્પાદન FSSAIના માપદંડોને અનુરૂપઃ રામદેવ

ઉત્પાદનમાં ભેળસેળનો કોઈ સવાલ જ નથીઃ રામદેવ

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર