રાજકારણમાં આવવાની ચર્ચા વચ્ચે હિન્દુ મક્કાલ કાચીના નેતાને મળ્યા રજનીકાંત

Jun 19, 2017 01:21 PM IST | Updated on: Jun 19, 2017 01:21 PM IST

સુપરસ્ટાર રજનીકાંતએ ચેન્નઇ સ્થિત પોતાના નિવાસ સ્થાને હિન્દુ મક્કાલ કાંચીના નેતા અર્જુન સંપથ અને જનરલ સેક્રેટરી રવિકુમાર સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત એટલા માટે મહત્વપુર્ણ બનાય છે કે રજનીકાંત રાજકારણમાં જોડાશે તેવી લાંબા સમયથી ચર્ચા થઇ રહી છે.

રજનીકાંત સાથે મુલાકાત પછી સંપથે કહ્યુ કે રજનીકાંતનો રિસ્પોન્સ સારો છે અને તે રાજકારણમાં જોડાવા વિચારી રહ્યા છે. તેમણે જણાવ્યુ તેઓ(રજનીકાંત) તમિલનાડુ અને દેશ માટે કંઇક કરવા માગે છે.

રાજકારણમાં આવવાની ચર્ચા વચ્ચે હિન્દુ મક્કાલ કાચીના નેતાને મળ્યા રજનીકાંત

ગત દિવસોમાં પણ હતી ચર્ચા

ગત દિવસોમાં ફેન્સ સાથે મુલાકાતમાં રજનીકાંતના નિવેદન પછી ચર્ચાએ જોર પકડ્યુ હતું. પછી બીજેપી અધ્યક્ષ અમિત શાહએ પણ કહ્યુ કે તમિલનાડુમાં ભાજપ કમજોર છે અને જો રજનીકાંત રાજકારણમાં આવવા માગે તો પાર્ટી તેમનું સ્વાગત કરશે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર