યુએસમાં એફબીઆઇના ડાયરેક્ટર બરખાસ્ત, નારાજ હતા ડોનાલ્ડ ટ્રંપ!

May 10, 2017 09:47 AM IST | Updated on: May 10, 2017 09:47 AM IST

અમેરિકાના રાષ્ટ્રપિ ડોનાલ્ડ ટ્રંપએ દેશની ગુપ્તચર અને સુરક્ષા એજન્સી ફેડ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના નિર્દેશક(ડાયરેક્ટર) જેમ્સ કોમેને બરખાસ્ત કરી દીધા છે.

જેમ્સ કોમે રાષ્ટ્રપતિ ચુંટણીના પરિણામોને પ્રભાવિત કરવા માટે ટ્રંપના રાષ્ટ્રપિ ચુંટણી અભિયાનની રૂસ સાથે સાંઠ-ગાંઠ મામલે તપાસ કરી રહ્યા હતા. ટ્રંપએ કહ્યુ કે તેમણે ચુંટણી દરમિયાન ઇ-મેલકાંડને ઠીકથી ન સંભાળતા કોમેને કાઢી મુકાયા છે. આ ઇ-મેલ કાંડમાં રાષ્ટ્રપતિ ચુંટણીમાં ઉમેદવાર હિલેરી ક્લિટરના મેલ પણ સામેલ હતા.

યુએસમાં એફબીઆઇના ડાયરેક્ટર બરખાસ્ત, નારાજ હતા ડોનાલ્ડ ટ્રંપ!

કયુ કારણ મનાય છે

હિલેરી ક્લિટનએ ઓબામા સરકાર દરમિયાન સેક્રેટરી ઓફ સ્ટેટ રહેતા એક ખાનગી ઇ-મેલ સર્વરનો ઉપયોગ કરવાની તપાસ ઠીકથી ન કરવા લઇ કોમેની આલોચના થતી રહી. ટ્રંપએ ક્લિટર પર આપરાધિક મામલો ન નોધાવવા પર પહેલા કોમેની આલોચના કરી હતી પરંતુ પછી તેમણે કોમેની પ્રસંશા પણ કરી હતી. સાથે કહેવાય રહ્યુ છે કે વ્હાઇટ હાઉસ કોમેને કાઢી મુકવાનું કારણ એફબીઆઇની ધીમી તપાસ કહી રહ્યું છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર