ઉપવાસ પર બેઠેલા કપિલ મિશ્રાને પડી થપ્પડ જાણો કારણ

May 10, 2017 06:21 PM IST | Updated on: May 10, 2017 06:21 PM IST

આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને પુર્વ મંત્રી કપિલ મિશ્રા આજથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ ઉપવાસ પર બેઠા છે. પ્રદર્શન દરમિયાન આજે એક યુવક મિશ્રાને મળવાના બહાને નજીક પહોચી પછી કપિલ પર હુમલો કર્યો હતો.

કકક

ઉપવાસ પર બેઠેલા કપિલ મિશ્રાને પડી થપ્પડ જાણો કારણ

મનાય છે કે આ શખ્સે થપ્પડ અને લાત-ઘુસો મારી હુમલો કર્યો હતો. યુવક પોતે આમ આદમી પાર્ટીનો સદસ્ય છે અને તેનું નામ અંકિત છે. પોલીસે આ યુવકની અટકાયત કરી લીધી છે. અને પુછપરછ ચાલુ છે.

નોધનીય છે કે, આમ આદમી પાર્ટીના પુર્વ નેતા કપિલ મિશ્રાતે્મના ઘરની બહાર જ ઉપવાસ શરૂ કર્યા છે. કેજરીવાલ સહિત કેટલાક નેતાઓ પર કપિલએ ભ્રષ્ટ્રાચારનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યુ કે સંજયસિંહએ પણ રૂસમાં ગેર કાનૂની ડિંલિંગ કર્યુ છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર