પૂર્વ કેબિનેટ મંત્રીનો ત્રિપલ તલાક પર બફાટ, કહ્યુ- આવનારા દિવસોમાં મજા આવશે

Apr 03, 2017 08:00 PM IST | Updated on: Apr 03, 2017 08:00 PM IST

સુરતઃભાજપના સૌથી સીનીયર ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી નરોત્તમ પટેલ ફરી એક વખત પોતાના વિવાદિત નિવેદનોને લઈને ચર્ચામાં આવ્યા છે. આ વખતે તેમણે એક વિશેષ જાતી સમુદાય પર નિશાન સાધ્યું છે. ઉત્તરપ્રદેશમાં ચુંટણી દરમિયાન પ્રચાર માટે ગયેલા કાર્યકરોને સન્માનવાના કાર્યક્રમાં સુરતના ઉધના વિધાનસભાના ધારાસભ્ય નરોત્તમ પટેલે બફાટ કરતા કહ્યું હતું કે હિંદુ હિંદુ ના કહો નહી તો મતદાન થશે નહી.બીજેપીને મત મળશે નહી.

એક વ્યક્તિ ને ૩ પત્નીઓ હોય છે અને તલાક તલાક તલાક કહી લગ્ન ને ફોક કરી નાખવામાં આવે છે. નરોત્તમ પટેલે એમ પણ કહ્યું હતું કે સંસદીય સચિવ પુર્ણેશ મોદી સાથે પણ મારે ચર્ચા થઇ હતી કે જો આ લોકો 3 લગ્ન કરે તો એક વોટ એ લોકોને મળવો જોઈએ અને ૩ વોટ બીજેપીને મળવા જોઈએ. આવનારા દિવસોમાં ખુબ મજા આવશે.

સુચવેલા સમાચાર