નરેન્દ્ર પટેલની સ્પષ્ટતા, આ મારો અવાજ નથી, સાબિત કરી બતાઓ આ મારો અવાજ છે

Oct 27, 2017 02:38 PM IST | Updated on: Oct 27, 2017 03:39 PM IST

પાસ કન્વિનર નરેન્દ્ર પટેલે ન્યૂઝ18- Etv સાથે વાત કરી છે જેમાં તેમણે આ ટેપમાં તેમનો અવાજ નથી તેની સ્પષ્ટતા કરી છે. આ ઉપરાંત તેમણે ચેલેન્જ કરી છે કે જો મારો અવાજ હોય તો સાબિત કરી બતાવો. આ બધી જ ભાજપની ચાલ છે. જે વ્યક્તિએ આ વીડિયો વાઇરલ કર્યો છે તે વ્યક્તિ પોતાનું નામ આપે, મીડિયા સામે આવે.

જો તેમનું કહેવું છે કે આ ઓડિયો છ મહિના જુનો છે તો હાલમાં કેમ તેમણે વાઇરલ કર્યો. મે તો વરૂણ પટેલને તુરંત જ અઢી કલાકની અંદર જ પ્રેસ કોન્ફરન્સ યોજીને ખુલ્લો પાડી દીધો  હતો.

હુ સ્પષ્ટ કહેવા માંગુ છુ કે અમને કોઇ જ કોંગ્રેસનું પિઠબળ નથી. અને અમે અમારા નિર્ણય લેવા યોગ્ય છીએ.

Narendra patel 2

Narendra patel 3

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર