જીતની હોળી! સત્તા સંગ્રામ જીત પછી મોદીનો દિલ્હીમાં રોડ શો

Mar 12, 2017 02:18 PM IST | Updated on: Mar 12, 2017 02:18 PM IST

યૂપી-ઉતરાખંડમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી ચુકી છે. ગઇકાલથી જ દેશભરમાં ભાજપના કાર્યકરો કેસરિયા હોળી મનાવી રહ્યા છે. ત્યારે આજે દિલ્હીમાં પાર્ટીના કાર્યાલય પર પણ ઉજવણીની તૈયારીઓ ચાલું છે. અશોક રોડ પર પીએમના રોડ શોની તૈયારીઓ ચાલે છે. પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ આજે કાર્યાલય પહોચ્યા હતા. ત્યારે સીએમની હોડમાં રહેલા ઉમેદવારોની અમિત શાહ સાથે મુલાકાત પણ વધી રહી છે.

સાંજે છ વાગે બીજેપી પાર્ટી કાર્યાલયથી અશોકા રોડ પર સંસદીય બોર્ડની બેઠક મળનાર છે. આ દરમિયાન પીએમ મોદીનુ સ્વાગત થશે ત્યારે પીએમ મોદી કાર્યકરોને સંબોધી શકે છે. સુત્રોના દાવા મુજબ ગોલ ચક્કર, અશોકા રોડથી પાર્ટી કાર્યાલય સુધી પીઓમનો રોડ શો પણ થશે.

જીતની હોળી! સત્તા સંગ્રામ જીત પછી મોદીનો દિલ્હીમાં રોડ શો

આજે પીએમ મોદીનો રોડ શૉ

દિલ્હીમાં આજે પીએમ મોદીનો રોડ શૉ યોજાશે

લી-મેરેડિયન હોટેલથી પાર્ટી ઓફિસ સુધી રોડ શૉ

સાંજે 4 કલાકે પીએમ મોદી કરશે રોડ શૉ

પીએમ નરેન્દ્ર મોદી 5.30 કલાકે બીજેપી રાષ્ટ્રીય કાર્યાલય પહોંચશે

બીજેપી કાર્યાલય ખાતે ભવ્ય તૈયારી કરાઈ

પાર્ટી કાર્યાલયના 200 મિટર પહેલાં રોડ પર બૈરિકેટિંગ કરાયું

6 વાગે પીએમ કરશે સંબોધન

ત્યાર બાદ બીજેપી સંસદીય દળની મળશે બેઠક

અમિત શાહ પહોંચ્યા બીજેપી રાષ્ટ્રીય કાર્યાલયમાં

પોતાના નિવાસ સ્થાન પર કરી મુલાકાત

વેંકૈયા નાયડૂ, વિજય ગોયલથી કરી મુલાકાત

શ્યામ જાજૂથી કરી મુલાકાત

કેશવ પ્રસાદ મૌર્ય દિલ્હીમાં

ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે કરશે મુલાકાત

અમિત શાહના નિવાસસ્થાને મુલાકાત કરશે

યુપીના સીએમ પદની રેસમાં મુખ્ય 2 નામ ચર્ચામાં

કેન્દ્રીય પ્રધાન મનોજ સિન્હા,કેશવપ્રસાદ મૌર્યના નામ ચર્ચામાં

સિન્હા અથવા મૌર્યમાંથી એકને બનાવાશે યુપીના સીએમ: સૂત્ર

અમિત શાહ અને ડો. કૃષ્ણ ગોપાલ વચ્ચે બેઠક

2 કલાકથી ચાલી રહી છે બેઠક

કોઈ ગુપ્ત સ્થળ પર ચાલી રહી છે બેઠક

યૂપી-ઉત્તરાખંડમાં સીએમના ચહેરાને લઈને થઈ રહી છે ચર્ચા

બીજેપીના સૂત્રોના હવાલાથી ખબર

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર