દિલ્હીથી મને ગોવાનો વિકાસ દેખાય છેઃપીએમ નરેન્દ્ર મોદી

Jan 28, 2017 05:33 PM IST | Updated on: Jan 28, 2017 06:45 PM IST

ગોવાઃ કેન્દ્ર સાશિત પ્રદેશ ગોવાના પણજીમાં પીએમ નરેન્દ્ર મોદીએ આજે રેલીને સંબોધન કર્યું હતું. પીએમએ કહ્યુ હતું કે ગોવામાં 10 વર્ષમાં 12થી વધુ સીએમ બન્યા છે. ગોવા નાના રાજ્યોમાં ચમકતુ સીતારો છે. વર્તમાન સરકારે ગોવામાં વિકાસ કર્યો છે. અસ્થિરતા જેવી બિમારીને ગોવાથી દૂર કરવાની છે. અમે ગોવાને પ્રથમ બનાવીશું.

પ્રવાસીઓથી ગોવાને સૌથી વધુ લાભ થાય છે. દિલ્હીમાં મને ગોવાનો વિકાસ દેખાય છે. જનતા ભાજપને પુર્ણ બહુમત આપો અમે ગોવાને અવ્વલ બનાવીશું.અમે પ્રવાસનના નિયમોમાં બદલાવ કર્યો છે. ગોવા સરકારે પ્રવાસીઓને સુવિધાઓ પુરી પાડી છે. સરકારે વિઝાના નીયમોમાં બદલાવ કર્યો છે.

પીએમએ પ્રહાર કરતા કહ્યુ હતું કે,બજેટ પહેલા વિરોધીઓ આલોચના કરવામાં લાગ્યા છે. વોટ કાપવા વાળા કેટલાક રાજકીય પક્ષો લોકતંત્રના જેબ કતરા છે. વિપક્ષી દળો હારવાના બહાના શોધી રહ્યા છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર