મોદીના આગમન પહેલા કચ્છમાં જ ઉત્સવનો માહોલ

May 21, 2017 02:17 PM IST | Updated on: May 21, 2017 02:28 PM IST

મોદીના આગમન પહેલા કચ્છમાં જ ઉત્સવનો માહોલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. ત્યારે વડાપ્રધાનને આવકારવા કચ્છ ભાજપ મહિલા મોરચાએ પોતાની તૈયારી પુર્ણ કરી છે. મહિલા મોરચાઓની બહેનોએ પોતાની હથેળીમાં કમળ મહેંદી મુકાવી છે. તો આવતીકાલે વડાપ્રધાનના ગાંધીધામ ખાતે યોજાનાર કાર્યક્રમમાં મહિલા મોરચા દ્વારા વડાપ્રધાનનુ સ્વાગત કરવામાં આવશે.

rutvuj1

જે અંતર્ગત મહિલા મોરચાઓની બહેનો દ્વારા ક્ચ્છની પરંપરા મુજબ બાંધણી પહેરી તેમનુ સ્વાગત કરવામાં આવશે. તો સાથો સાથ ઈટીવી સાથેની વાતચીતમાં મહિલા મોરચાના અધ્યક્ષ કૈલાશબેન ભટ્ટે જણાવ્યુ કે કમળ મહેંદી નો અર્થ કોંગ્રેસના પંજા પર ભાજપનો કમળરૂપી વિજયનો છે.

modi kacch2

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે આવતીકાલે બપોરે તેઓ 3 કલાકે ગાંધીધામ ખાતે આવી પહોચશે. જ્યાં કેપીટી ગ્રાઉન્ડ ખાતે તેઓ એક સમારોહમાં હાજરી આપવાના છે. તો સાથો સાથ ત્યા વડાપ્રધાન લોકોને સંબોધવના છે. તો બીજી તરફ વડાપ્રધાનના આગમન પહેલા જ ગાંધીધામને સ્વચ્છ કરવા યુવા મોરચાએ પોતાની તૈયારીઓ શરૂ કરી છે.

ફરી એક વાર રણમાં કમળ ખીલશેઃમનસુખ  માંડવિયા

યુવા મોરચાના 2500 જેટલાં કાર્યકરો દ્વારા ગાંધીધામના જુદા જુદા વોર્ડમાં ટીમ બનાવી સફાઈ અભિયાન હાથ ધરાયુ હતુ. ત્યારે તે કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ જોડાયા હતા. ત્યારે ઈટીવી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યુ હતુ કે વડાપ્રધાનના આગમન બાદ ફરી એક વાર રણમાં કમળ ખીલશે.

rutvuj

કાર્યકરોમાં જુસ્સો અને જોમ

ઈટીવી સાથેની ખાસ વાતચીતમાં યુવા મોરચાના અધ્યક્ષ ડો. ઋત્વિજ પટેલે જણાવ્યુ હતુ કે વડાપ્રધાનને આવકારવા માટે યુવા મોરચાના 2500 કાર્યકરો તૈયાર છે. તો આવતીકાલે નર્મદાના નીરના વધામણા બાદ કચ્છ કૃષિ ક્ષેત્રે પણ એક ઈતિહાસ સર્જશે. તો વડાપ્રધાનની ગુજરાત મુલાકાત બાદ ભાજપના કાર્યકરોમાં એક અનેરો જુસ્સો અને જોમ પુરાઈ છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર