પીએમ મોદીએ માતા સાથે કરી મુલાકાત, બુધવારે પીએમ મોદી આખો દિવસ રહેશે વ્યસ્ત

Mar 07, 2017 09:01 PM IST | Updated on: Mar 07, 2017 11:04 PM IST

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોડી સાંજે અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કરી ચૂકયા છે. અંદાજે વીસ હજાર જેટલા ભાજપના કાર્યકર્તાઓ, નેતાઓ અને મંત્રી મંડળે તેમનુ ભાવભીનું સ્વાગત કર્યુ છે. આજના પીએમ મોદીના ભરુચ અને દહેજના પ્રવાસ દરમ્યાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સતત મોદી સાથે રહ્યા છે. જો કે અમદાવાદ એરપોર્ટ પરથી નરેન્દ્ર મોદી સીધા માતાને મળવા ગયા હતા.

hiraba modi

પીએમ મોદીએ માતા સાથે કરી મુલાકાત, બુધવારે પીએમ મોદી આખો દિવસ રહેશે વ્યસ્ત

અત્યારે સાંજે ગાંધીનગરના રાજભવનમાં સાંસદો અને એમએલએ સાથે પીએમ મોદી ડીનર કરવાના છે. ત્યારે મનાય છે કે, આવતીકાલે સોમનાથમાં પીએમ મોદી વિધાનસભા ચૂંટણીના પ્રચાર શ્રીગણેશ કરી શકે છે?,શું પીએમ મોદી સોમનાથમાં કોઇ જાહેરાત કરે તેવી સંભાવના પણ છે.

પીએમ મોદી તેમની માતા હીરાબાને મળ્યા

પીએમ નરેન્દ્ર મોદી મંગળવારે અમદાવાદ એરપોર્ટ પરથી ગાંધીનગર ગયા ત્યારે રાત્રે 9-15 કલાકના સુમારે તેમના માતા હીરાબા સાથે મુલાકાત કરી હતી. તેમના નાના ભાઈના ઘરે માતા હીરાબા સાથે મુલાકાત કરી હતી.ગાંધીનગર ખાતે નાનભાઈના ઘરે માતા હીરાબાને મળ્યા છે.PM મોદીએ 10 મિનિટ સુધી હીરાબા સાથે મુલાકાત કરી હતી.PM મોદીએ અન્ય પરિવારજનો સાથે પણ મુલાકાત કરી હતી.

આવતીકાલનો પીએમનો કાર્યક્રમ

8 માર્ચે સવારે 8 વાગે અમદાવાદ એરપોર્ટથી દીવ જશે પીએમ મોદી

9.30 વાગે સોમનાથ મંદિર પહોંચશે પીએમ મોદી

11 વાગ્યા સુધી સોમનાથ મંદિરે દર્શન કરશે પીએમ મોદી

11 વાગે ગાંધીનગર આવવા રવાના થશે પીએમ

2.30 વાગે મહાત્મા મંદિરે મહિલા સરપંચોની કોન્ફરન્સનું ઉદઘાટન કરશે

મહિલા સરપંચોને સંબોધન કરશે પીએમ મોદી

સાંજે 6 વાગે અમદાવાદથી દિલ્હી જવા રવાના થશે પીએમ મોદી

કેબલ બ્રીજના લોકાર્પણ પ્રસંગે પીએમનું સંબોધન શું કહ્યુ જાણો

કાલે હું મા ગંગાની સાથે હતો આજે હું મા નર્મદાની સાથે

ભરૂચ ગુજરાતનું પુરાતન શહેર છે

અનેક હાલાકી બાદ કેબલ બ્રીજનું નિર્માણ થયું

પીએમના હસ્તે કેબલ બ્રીજનું લોકાર્પણ

કેબલ બ્રીજની લંબાઈ 1344 મીટર

રૂ.380 કરોડના ખર્ચે તૈયાર થયો છે કેબલ બ્રીજ

સીએમ હતો ત્યારથી જ બ્રીજ માટે રજૂઆત કરતો હતો

ખૂબ જ ઓછા સમયમાં કેબલ બ્રીજનું નિર્માણ થયું

કાશીમાં પણ 10 વર્ષથી એક કામ અટકી ગયું છે

ભરૂચમાં બસપોર્ટ બનાવાશે

બ્રીજના નિર્માણથી આર્થિક ગતિને વેગ મળશે

આવનારા 10 વર્ષમાં ભરૂચનો સારો વિકાસ થશે

એક જ વ્યવસ્થાથી કેટલો બદલાવ લાવી શકાય છે

સરદાર પટેલ સ્ટેચ્યૂને જોવા લોકો વિશ્વમાંથી આવશે

ગુજરાતના 8 હાઈવેને નેશનલ હાઈવેમાં પરિવર્તિત કરાશે

8 નેશનલ હાઈવે પાછળ રૂ.12 હજાર કરોડનો ખર્ચ કરાશે

રાજકોટ-અમવાદાવાદ હાઈવે ફોર લેન બનાવ્યો

પોરબંદરથી કાલાવાડ હાઈવે નેશનલ હાઈવે બનશે

આણંદથી મોડાસા હાઈવે નેશનલ હાઈવે બનશે

જસદણ, ચોટીલા, વડોદરાના રસ્તાનો વિકાસ થશે

નાગેશ્રી, ખાંભા, ચલાલા, અમરેલીના રસ્તાનો વિકાસ થશે

ધોળાવીરાનો પ્રવાસન ક્ષેત્રે વિકાસ કરાશે

દેશ આધુનિક હોવો જોઈએ

દેશમાં હાઈવે જેવા આઈવે પણ જોઈએ

સમગ્ર દેશમાં ઓપ્ટીકલ ફાઈબર નેટવર્ક જોઈએ

દેશમાં અઢી લાખ પંચાયતો છે

68 હજાર ગામોમાં ઓપ્ટીકલ ફાઈબર નેટવર્ક નંખાય

2022 સુધી દેશના તમામ ગરીબોને ઘરનું ઘર મળવું જોઈએ

ટુરિઝમના વિકાસ માટે આપણે ઘણું કરી શકીએ છીએ

દેશના 200 ટાપુઓનો વિકાસ કરાશે

દેશના રેલવે સ્ટેશનને મલ્ટીસ્ટોરી બનાવાશે

નર્મદે સર્વદેના નાદ સાથે પીએમનું સંબોધન પૂર્ણ

સુચવેલા સમાચાર