સુરતઃPM મોદી કાફલો અટકાવી 4 વર્ષની બાળકીને મળ્યા,જાણો કોણ છે!

Apr 17, 2017 12:54 PM IST | Updated on: Apr 17, 2017 05:23 PM IST

PM મોદી ગુજરાતમાં બે દિવસના પ્રવાસે છે ત્યારે આજે પીએમના એક પ્રસંશક બાળકી નરેન્દ્ર મોદીને જોઇ કાફલાની સુરક્ષા તોડી તેમની ગાડી પાસે મળવા દોડી ગઇ હતી. મોદીની નજર અચાનક તેના પર પડતા તેમણે પોતાનો કાફલો તાબડતોબ રોકી દીધો હતો. અને બાળકીને મળ્યા હતા. દેશના પીએમ સામાન્ય 4 વર્ષની નાની બાળકીને મળવા પોતાનો કાફલો રોકયો હતો.

balki1

પીએમને મળવા ગયેલી બાળકીનું નામ મેન્સી છે. બાળકીના પરિવારમં ખુસીનો માહોલ છે. નેન્સી મારે મોદી દાદાને મળવું છે તેમ કહ્યુ હતું. પીએમએ કાફલો ઉભો રાખી નેન્સીને ગાડીમાં બેસાડી હતી. બાળકીના પરિવારમાં ખુશીનો માહોલ છે.

balki modi

કતારગામ દરવાજા પાસે PMએ કાફલાને રોક્યો હતો. અને 4 વર્ષની બાળકી  નેન્સી PM મોદીને મળવા દોડી ગઈ હતી.SPGના જવાનોએ બાળકીને અટકાવી હતી.PM મોદી કાફલો અટકાવી ગાડીમાંથી બહાર નીકળી બાળકીને મળ્યા હતા.

વડાપ્રધાનનો વિશાળ કાફલો સરકીટ હાઉસ ખાતેથી નીકળ્યો ત્યારે કતારગામ દરવાજા ખાતે વડાપ્રધાનની કાર થોભી ગઈ હતી. મોદીએ પ્રોટોકોલની ચિંતા કર્યા વગર બાળકીને પોતાની પાસે બોલાવી હતી અને આશીર્વાદ સાથે વહાલ વરસાવીને પોતાની કારમાં બેસાડી હતી.

બાળકી પર વહાલ વરસાવતાં જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતાં.વડાપ્રધાન એ કાફલો ઉભો રખાવી જે બાળકીને મળ્યાં તે રત્નકલાકાર પ્રકાશભાઈ ગોંડલિયાની ચાર વર્ષની દીકરી છે નેન્સી છે. વેડરોડ ખાતેના સોમનાથ એપાર્ટમેન્ટમાં રહેતી નેન્સીને વડાપ્રધાને પોતાની કારમાં બેસાડી વહાલ કરતાં પુછ્યું હતું કે, તારું નામ શું છે. આ હાથમાં ઘડિયાળ પહેરી છે તે ક્યાંની છે વગેરે સવાલો કરી બાળકી સાથે સંવાદ સાધ્યો હતો.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર