પ્રકાશ પર્વે આજે પટના જશે પીએમ મોદી, કાર્યક્રમમાં નિતિશકુમાર પણ હશે

Jan 05, 2017 12:09 PM IST | Updated on: Jan 05, 2017 12:09 PM IST

પટના #આજે ગુરૂ ગોવિંદસિંહના 350મા પ્રકાશ પર્વની દેશભરમાં ધામધૂમથી ઉજવણી થઇ રહી છે. દેશના દરેક ગુરૂદ્વારામાં શ્રધ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે. ગુરૂ ગોવિંદસિંહના જન્મ સ્થળ પટનામાં 350મા પ્રકાશ પર્વ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

પટના સાહિબ ગુરૂદ્વારમાં દર્શન માટે દેશ વિદેશથી લાખો લોકોની ભીડ ઉમટી હતી. શ્રધ્ધાળુઓને કોઇ જાતની પરેશાની ન થાય એ માટે ગાંધી મેદાનમાં એક હંગામી નગર ઉભું કરાયું છે. પીએમ મોદી પણ આજે પટના ગુરૂ ગોવિંદસિંહના 350મા પ્રકાશ પર્વમાં હાજરી આપશે.

પ્રકાશ પર્વે આજે પટના જશે પીએમ મોદી, કાર્યક્રમમાં નિતિશકુમાર પણ હશે

350મા પ્રકાશોત્સવના મુખ્ય કાર્યક્રમમાં વડાપ્રધાન ઉપરાંત કેન્દ્રિય મંત્રીઓ પણ હાજરી આપશે. આ કાર્યક્રમમાં પંજાબના મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલ, બિહારના મુખ્યમંત્રી નિતિશકુમાર ઉપરાંત અન્ય કેટલાક રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ જોડાશે.

વડાપ્રધાનના આગમને ધ્યાને લેતાં પટનાની સુરક્ષા વધારી દેવામાં આવી છે. પટના જિલ્લાધિકારી સંજયકુમાર અગ્રવાલે કહ્યું કે વડાપ્રધાનના આગમનને લઇને તૈયારીઓ કરી લેવામાં આવી છે. એરપોર્ટથી લઇને ગાંધી મેદાન સુધી સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર