કચ્છ બેઠુ થયું તેમ નરેન્દ્ર મોદી પણ આગળ વધતા રહ્યા!

May 22, 2017 12:21 PM IST | Updated on: May 22, 2017 12:21 PM IST

વડા પ્રધાન નરેન્દ્ર મોદી કચ્છના પ્રવાસે આવી રહયાછે. સમગ્ર કચ્છમાં તહેવારનો ઉત્સાહનો માહોલ છે  ત્યારે મોદીના કચ્છ પ્રેમ અંગે ચર્ચા શરૂ થઈ છે.   વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા જાય કે પછી નેપાળ કે પછી વિશ્ર્વના કોઈપણ ખુણે પહોંચે પોતાના સંબોધનમાં તેઓ કચ્છની યાદ કરવાનું ભુલતા નથી અને પોતાના કચ્છ પ્રેમ છુપાવ્યા વગર ખુલ્લેઆમ વ્યકત કરતા હોય છે.

કચ્છના વર્ષો જુના  પ્રશ્ર્નોનો ઉકેલ હોય તે પછી કચ્છના વિકાસ કચ્છ રણોત્સવ હોય કે પછી  વડાપ્રધાન બનવાના માત્ર 17 દિવસમાં જ કચ્છ માટે નર્મદાના પાણી પહોંચતા કરવા રણ અને અભ્યારણ્યમાંથી કેનાલની મંજુરી  મોદીએ કચ્છ માટે અવિરત પ્રેમ વરસાવ્યો છે.

કચ્છ બેઠુ થયું તેમ નરેન્દ્ર મોદી પણ આગળ વધતા રહ્યા!

તમામ લોકો જાણે છે કે મોદી ગુજારતના મુખ્યપ્રધાન બન્યા પહેલા સંઘના પ્રચારક હતા. ત્યારે પણ કચ્છ આવતા જતા હતા. આ વચ્ચે 2001માં કચ્છમાં વિનાશક ભુંકપ આવ્યો છે અને તેના પછી ગુજરાતના રાજકરણમાં પણ વિનાશક ભુંકપ આવ્યો અને કેશુભાઈની સરકાર બદલાઈ અને નરેન્દ્ર મોદી સતારૂઢ થયા હતા.  કચ્છ ભુંકપની માર માથી બેઠું થઈ રહયું હતું અને મોદી સતા પર ઉભા થઈ રહયા હતા. કચ્છના નવસર્જન સાથે સમગ્ર ગુજરાતનું નવસર્જન થયું હતું.

કચ્છ આર્થિક વિકાસ સાથે આગળ વધ્યું અને મોદીએ પોતાના આગવી કાર્યશૈલીછે સમગ્ર ગુજરાતની કાયાપલટ કરી હતી. જાણકારો માને છે કે કચ્છનો ભુંકપ મોદીના સતારૂઢ થવા માટે નિમિત બન્યો અને તેથી જ તેઓ કચ્છ માટે અપાર પ્રેમ ધરાવે છે.   કચ્છમાં વર્ષ 2003માં મોદીએ પાઈપલાઈન મારફતે મા નર્મદાનું અવતરણ કરાવ્યું અને કચ્છને પીવાના પાણી માટે અનેકઅઁશે રાહત મળવાનુ શરૂ થઈ બસ ત્યારથી મોદીએ વિકાસની રાજનીતી શરૂ કરી હતી. આ વિકાસની રાજનીતી તેમને છે ક પ્રધાનમંત્ર સુધીના પદ પર લઈ ગઈ અને આજે ભારતના વિકાસ સાથે તેઓ વિશ્ર્વનેતા બની રહયા છે.

કચ્છની અછતની સ્થિતી હોય ત્યારે ગણતરીના સમયમાં કચ્છ દોડી આવતા મોદી હોય કે પછી કચ્છના વિકાસકામોનું લોકાપર્ણ મોદીએ કચ્છ માટે પોતાનું દિલ ખુબ વિશાળ રાખ્યું છે.  કચ્છને નર્મદાપાણી, રણોત્સવ, કે પછી રાહત પેકેજ મોદીનું મોટું કચ્છના વિકાસમાં આઘલ પડતું રહયું છે.  કચ્છના પ્રવાસનને આગળ વધારવા ડીજી કોન્ફરન્સનું રણમાં આયોજન હોય કેપછી  કચ્છની લરહદ પર પહોંચીને જવાનો મોઢું મીઠુ કરાવી સ્વતંત્રતા દિવલની ઉજવણી હોય મોદી અને કચ્છ એકબીજીના પુરક હોય તેવા દ્રશ્યોના કચ્છવાસીઓ સાક્ષી છે. આવતીકાલે કચ્છ આવી રહેલા મોદી માટે કચ્છમાં ઉત્સાહનો માહોલ છે.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર