ઇન્ફોસિસ સીઓઓના પગાર વધારાથી નારાયણમૂર્તિ ખફા, કહ્યું-કર્મચારીઓમાં વધશે અવિશ્વાસ

Apr 03, 2017 10:53 AM IST | Updated on: Apr 03, 2017 10:53 AM IST

નવી દિલ્હીસ #ઇન્ફોસીસના કો-ફાઉન્ડર નારાયણમૂર્તિએ કંપની મેનેજમેન્ટના નિર્ણય અને નિયમોને લઇને નારાજગી વ્યક્ત કરી છે. તેમણે ફેબ્રુઆરીમાં બોર્ડ દ્વારા સીઓઓ પ્રવિણ રાવના પગારમાં વધારો કરાતાં નારાજગી વ્યક્ત કરી છે અને કહ્યું કે આનાથી કર્મચારીઓનો મેનેજમેન્ટ પ્રત્યે વિશ્વાસ ઘટશે.

ન્યૂઝ18 ઇન્ડિયા સહિત અન્ય મીડિયાને ઇમેઇલમાં એમણે કહ્યું કે, ટોપ લેવલના અધિકારીઓના પગારમાં 60-70 ટકા વધારો યોગ્ય નથી. જ્યારે કંપનીના ઘણા ખરા કર્મચાકીઓને માત્ર 6-8 ટકા પગાર વધારો આપવામાં આવ્યો છે. જે યોગ્ય નથી. કર્મચારીઓ કંપનીના સારા વિકાસ માટે મહેનત કરી રહ્યા છે.

ઇન્ફોસિસ સીઓઓના પગાર વધારાથી નારાયણમૂર્તિ ખફા, કહ્યું-કર્મચારીઓમાં વધશે અવિશ્વાસ

ફેબ્રુઆરીમાં ઇન્ફોસીસ બોર્ડને રાવની વાર્ષિક ફિક્સ્ડ સેલરી વધારીને 4.60 કરોડ કરી હતી. ઉપરાંત ટાર્ગેટ બેઇઝ અર્નિંગ 3.87 કરોડ રૂપિયા રાખવામાં આવી હતી. જેને 1લી નવેમ્બરથી લાગુ કરવામાં આવી છે. નાણાકીય વર્ષ 2016ના 27,250 રિસ્ટ્રિક્ટેડ સ્ટોક યૂનિટ્સ (RSUs) અને 43,000 સ્ટોક ઓપ્શન્સ (ESOP)માં પણ એમની ભાગીદારી રહેશે.

નારાયણ મૂર્તિએ ઇ-મેઇલની શરૂઆતમાં લખ્યું છે કે, પ્રવિણ રાવથી મને પ્રેમ છે. મેં એમને 1985માં નોકરીએ રાખ્યા હતા અને ઇન્ફોસીસમાં મારા કાર્યકાળ દરમિયાન એમને કામ કરતા પણ જોયા છે. એમને ઘણા નિર્ણયોથી અલગ રાખવામાં આવ્યા હતા. 2013માં જ્યારે હું પરત આવ્યો તો તે એક્ઝિક્યુટિવ કાઉન્સિલના મેમ્બર ન હતા. શિબૂ અને મેં એમને પ્રોત્સાહિત કર્યા અને બોર્ડ સુધી પહોંચાડ્યા છે. વિશાલને સીઇઓ બનાવવા દરમિયાન એમને સીઓઓ બનાવાયા. એટલે આ નારાજગીને એમની વિરૂધ્ધ ન માનવામાં આવે.

તેમણે લખ્યું કે, હું પગાર અને ભાગીદારી વચ્ચેના અંતરને ઘટાડવા અને સમાનતાના પક્ષમાં છું. તમે જાણતા નહીં હો કે ઇન્ફોસીસની સ્થાપના દરમિયાન મારો પગાર અગાઉના પગારનો માત્ર 10 ટકા જ હતો. મેં સ્થાપિત કર્યું હતું કે, મારાથી નાના, સહ સ્થાપક કર્મચારીઓને એમના પગારમાં 20 ટકાનો હાઇક મળે.

સુચવેલા સમાચાર