જેલમાં બંધ નારાયણ સાંઇનો દાવ, ચૂંટણી માટે જામીન અરજી, આવતીકાલે વધુ સુનાવણી

Jan 20, 2017 04:52 PM IST | Updated on: Jan 20, 2017 04:52 PM IST

સુરત #યૌન શોષણ કેસમાં સુરત જેલમાં બંધ નારાયણ સાંઇને નેતા બનવાના અભરખાં જાગ્યા છે. સુરત જેલમાં બંધ નારાયણ સાંઇએ ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી જંગમાં ઝુકાવવા માટે કોર્ટમાં વચગાળાની જામીન અરજી મુકી છે. કોર્ટે આ અરજી દાખલ કરી છે અને શનિવારે આ મામલે વધુ સુનાવણી હાથ ધરાશે.

ચૂંટણી જંગ માટે નારાયણ સાંઇએ માંગ્યા જામીન, જુઓ વીડિયો

યૌન શોષણ કેસમાં સુરતની લાજપોર જેલમાં બંધ નારાયણ સાંઇએ રાજકીય નેતા બનવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવવા માટે નારાયણ સાંઇએ જામીન અરજી કરી છે. ગઇ કાલે આ મામલે કોર્ટે અરજી દાખલ કરી હતી અને વધુ સુનાવણી શનિવાર પર રાખી છે.

ક્યાંથી લડશે ચૂંટણી?

આસારામના પુત્ર નારાયણ સાંઇએ રાજકીય પાર્ટી ઓજસ્વી તરફથી ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરવા માટે કોર્ટમાં જામીન અરજી મુકી છે. નારાયણ સાંઇએ ઉત્તરપ્રદેશના સહરાનપુર અને શિવપુરી બેઠક પરથી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

બહાર આવવા માટે ચૂંટણીનું ગતકડું?

ઉત્તરપ્રદેશ ચૂંટણી જંગમાં ઉમેદવારી કરવા માટે નારાયણ સાંઇના વકીલ કલ્પેશ દેસાઇ દ્વારા સેશન્સ કોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી કરવામાં આવી છે. જોકે ઉમેદવારી કરવાના બહાને બહાર આવવાનું આ ગતકડું હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

કોર્ટમાં કેસની શું સ્થિતિ છે?

યૌન શોષણ મામલે લાજપોર જેલમાં બંધ નારાયણ સાંઇ સામેના કેસ છેલ્લા તબક્કામાં છે. સાક્ષીઓ અને તપાસ અધિકારીઓની જુબાનીનો તબક્કો ચાલી રહ્યો છે. આ સંજોગોમાં કોર્ટ જામીન મંજૂર કરે છે કે કેમ? એ જોવાનું રહ્યું

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર