લગ્નના સાત વર્ષ બાદ પતિથી અલગ થવા જઇ રહી છે આ અભિનેત્રી

Jan 03, 2017 09:31 AM IST | Updated on: Jan 03, 2017 09:31 AM IST

નવી દિલ્હી #વર્ષ 2016માં કેટલાક બોલીવુડ સ્ટાર લગ્નથી જોડાયા તો કેટલાક એકબીજાથી અલગ થયા. જ્યાં એક તરફ ઉર્મિલા માંતોડકર, પ્રીતિ જિંટા અને આસિન જેવી અભિનેત્રીઓએ લગ્ન કરી બધાને ચોંકાવ્યા તો બીજી તરફ મલાઇકા અરોરા અરબાજ ખાન અને ફરહાન અખ્તર અધુનાએ તલાક લીધા.

આ વર્ષના પ્રારંભે પણ આવી જ એક ચોંકાવનારી ખબર સામે આવી છે. સમાચાર એ છે કે બોલીવુડની અભિનેત્રી નંદીતા દાસે એલાન કર્યું છે કે તે પતિ સુબોધ મસ્કરાથી અલગ થશે. લગ્નના સાત વર્ષ બાદ બંને અલગ થશે. બંનેના લગ્નજીવન દરમિયાન છ વર્ષનો એક પુત્ર પણ છે જેનું નામ વિહાન છે.

લગ્નના સાત વર્ષ બાદ પતિથી અલગ થવા જઇ રહી છે આ અભિનેત્રી

અલગ થવાની વાતને સમર્થન આપતાં નંદિતાએ કહ્યું કે હા અમે બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો છે. હું એ વાતની આભારી છું કે આ બધુ એકદમ સૌહાર્દપૂર્ણ રીતે થઇ ગયું. અમારો પુત્ર અમારા માટે સૌથી મોટી પ્રાથમિકતા છે. નંદિતાએ કહ્યું કે અલગ થવું આસાન નથી. ખાસ કરીને ત્યારે કે જ્યારે તમારે બાળક હોય. અલગ થયા પછી અમારા બંનેનું ધ્યાન અમારા પુત્ર પર હશે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર