નલિયા દુષ્કર્મકાંડઃઆરોપીઓના નાર્કો ટેસ્ટની અરજી ફગાવાઇ

Feb 20, 2017 08:28 PM IST | Updated on: Feb 20, 2017 08:28 PM IST

ભૂજઃનલિયા સામુહિક દુષ્કર્મકાંડમાં આજે પોલીસે નલિયા કોર્ટમાં તમામ 8 આરોપીના નાર્કો ટેસ્ટ અને બ્રેઇનમેપીંગ ટેસ્ટ માટે અરજી કરી હતી. નલિયા કોર્ટે આ અરજી નામંજુર કરી હતી. નલિયા કોર્ટે નાર્કો ટેસ્ટ માટે કરેલી અરજી કોર્ટે નામંજુર કરતા કહ્યુ હતુ કે અત્યારના તબક્કે કેશમાં આરોપીની તપાસમા આ ટેસ્ટ જરૂરી નથી અને હાઇકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના જજમેન્ટને ઘ્યાને રાખી આરોપીએ ટેસ્ટ માટે સહમતી ન દર્શાવતા કોર્ટે સીટની અરજી ફગાવી હતી. જો કે હવે ઉચ્ચ અધિકારીના માર્ગદર્શન મેળવી સીટની તપાસ જારી રહેશે

નલિયા દુષ્કર્મકાંડઃઆરોપીઓના નાર્કો ટેસ્ટની અરજી ફગાવાઇ

કોર્ટ ની કાર્યવાહી માં આરોપી પક્ષના વકિલ સંજય પટેલ એ ધારદાર દલિલ કરી હતી.આરોપીએ નાર્કો અને બ્રેન મેપિંગ,લાઈવ ડિટેક્ટર ટેસ્ટ માટે સહમતી ન દર્શાવવા તથા કોર્ટ ને તપાસ કામે જરૂરી ન જણાતા કોર્ટે અરજી ફગાવી છે.નાર્કો સીવાય બ્રેન મેપીંગ અને લાઇવ ડીટેક્ટર ટેસ્ટ માટેની પણ અરજી નલિયા કોર્ટે નામંજૂર કરી છે.

સુચવેલા સમાચાર