કોંગ્રેસ અને AAP ગુજરાતની શાંતિ અવરોધવાનું કામ કરી રહી છે: કે.સી. પટેલ

Feb 10, 2017 12:55 PM IST | Updated on: Feb 10, 2017 03:12 PM IST

ભૂજઃનલિયાનો બહુચર્ચિત સામુહિક દુષ્કર્મમાં ભાજપ પર છાંટા ઉડ્યા બાદ ભૂજ જિલ્લા ભાજપ કાર્યાલયમાં આજે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી જેમાં પ્રદેશ ભાજપ અગ્રણી કે.સી.પટેલ,કચ્છ ભાજપ સાંસદ વિનોદ ચાવડા,ધારાસભ્ય તારાચંદ છેડા, નિમાબેન આચાર્ય,ભાજપ અગ્રણી જયંતી ભાનુશાળી ઉપસ્થિત રહ્યા હતા.

naliakad

કે.સી.પટેલે માહિતી આપતા કહ્યુ હતું કે, નલિયા દુષ્કર્મ મામલે આરોપીઓ સામે સરકારે ત્વરિત પગલાં લીધા છે.કોંગ્રેસ અને AAP ગુજરાતની શાંતિ અવરોધવાનું કામ કરી રહી છે.આરોપીને 14 દિવસના રિમાન્ડ મળ્યા છે.દોષિતોને કડકમાં કડક સજા કરવામાં આવશે.અન્ય પાર્ટીઓ ઘટનામાં રાજનીતિ કરી રહી છે.તમામ ઇમિગ્રેશન ચેકપોસ્ટ અને વિદેશ ના ભાગી જાય તેના મેસેજ કરાયા છે.આરોપીઓને પકડવા પોલીસની ટીમ મુંબઈ રવાના થઈ,વડોદરા, અમદાવાદ, આદીપુર ખાતે જુદી-જુદી ટીમો મોકલવામાં આવી છે.

ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ સોનલબેન પટેલે કર્યા આક્ષેપ

''રાજ્ય મહિલા આયોગ પર લગાવ્યો ગંભીર આરોપ''

''નલિયા દુષ્કર્મ મામલે મહિલા આયોગ નથી કરી રહી તપાસ''

''ભાજપના મોટા નેતાઓ સંડોવાયેલા હોવાથી મહિલા આયોગની પીછેહઠ''

વડોદરામાં આપ્યું નિવેદન

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર