નલિયાકાંડઃ25 મીનિટ સુધી કાનૂની અભ્યાસ બાદ આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર

Feb 09, 2017 09:46 AM IST | Updated on: Feb 09, 2017 09:46 AM IST

ભૂજઃકચ્છના નલિયામાં સામુહિક દુષ્કર્મની ઘટના બાદ રાજકીય ભૂકંપ સર્જાયો છે. ન્યુઝ18 ઇટીવી દ્વારા અહેવાલ પ્રસારિત કરાયા બાદ પોલીસ અને સરકાર હરકતમાં આવી છે અને પહેલા છાવરવામાં આવતા આરોપીઓ સામે કાર્યવાહી કરવા મજબૂર બની છે. અત્યાર સુધી 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

nalia naradhm

નલિયાકાંડઃ25 મીનિટ સુધી કાનૂની અભ્યાસ બાદ આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર

નલિયાની ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ત્રણ આરોપીને રજૂ કરાયા હતા.25 મીનિટ સુધી કાનૂની અભ્યાસ બાદ આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર  કરાયા છે.વિનોદ વિસનજી ઠક્કર, ચેતન વિનોદ ઠક્કર, અશ્વિન ઠક્કરના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.પોલીસે માંગેલા 14 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.

નલિયા કોર્ટમાં કાનૂનીવિદોએ આ મામલે કહ્યુ હતું કેદિલ્હીના બહુચર્ચિત નિર્ભયા કેસ મુજબ કાનુની કાર્યવાહી થઈ છે.પીડિતાના 164 મુજબના નિવેદનને ધ્યાનમાં લઈ કાનુની કાર્યવાહી થઈ છે.ત્રણેય આરોપીને નલિયા કોર્ટમાં રજૂ કરાયા હતા. 22 તારીખ સુધી રિમાન્ડ મંજૂર કરાયા છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર