નલિયાકાંડઃઆરોપીઓના નાર્કોટેસ્ટની અરજી કોર્ટે ફગાવી

Mar 07, 2017 07:07 PM IST | Updated on: Mar 07, 2017 07:07 PM IST

ભૂજઃસમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલો ભાજપના નેતાઓ સાથે સંકળાયેલા નલિયાકાંડમાં ઝડપાયેલાં આઠ આરોપીના નાર્કો ટેસ્ટ સહિત 3 મનો શારીરિક વૈજ્ઞાનિક પરીક્ષણની મંજૂરી માટે કચ્છ પોલીસે સેશન્સ કૉર્ટમાં કરેલી રિવિઝન અરજીને કોર્ટે ફગાવી દીધી છે.

શેલ્બી વર્સિસ સ્ટેટ ઑફ કર્ણાટકના કેસમાં સુપ્રીમ કૉર્ટે આપેલા ચુકાદાને ટાંકીને આ ટેસ્ટ ગેરબંધારણીય હોવાનું અને તે બંધારણની કલમ 20-21નું હનન કરતો હોવાની આરોપીના વકીલ એસ.ટી.પટેલ દ્વારા કૉર્ટને રજૂઆત કરવામાં આવી હતી.

નલિયાકાંડઃઆરોપીઓના નાર્કોટેસ્ટની અરજી કોર્ટે ફગાવી

પોલીસે આઠેય આરોપીના નાર્કો, પોલીગ્રાફ (લાઈ ડિટેક્ટર) અને બ્રેઈન મેપીંગ ટેસ્ટ માટે અગાઉ નલિયા કૉર્ટમાં અરજી કરી હતી. જેને નલિયાના ફર્સ્ટ ક્લાસ જ્યુડિસિયલ મેજિસ્ટ્રેટે ફગાવી દેતાં પોલીસે ભુજ સેશન્સ કૉર્ટમાં રિવિઝન અરજી કરી હતી. જો કે, અધિક સેશન્સ જજ શ્રી.ટાંકે નલિયા JMFCના ચુકાદાને યોગ્ય ઠેરવી તેમાં કાયદાકીય રીતે કોઈ હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કરી પોલીસની અરજી ફગાવી દીધી છે.

 

સુચવેલા સમાચાર