નલિયાકાંડ: સેક્સ સીડીને લઇને રાજકારણ ગરમ, સીડી જાહેર કરવા ભાજપનો પડકાર

Feb 17, 2017 09:26 AM IST | Updated on: Feb 17, 2017 09:26 AM IST

ગાંધીનગર #નલિયાકાંડને પગલે ભાજપના નેતાઓની કથિત સેક્સ સીડી હોવાના કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાના દાવા સામે ભાજપે જો આવી સીડી હોય તો એને જાહેર કરવા માટે પડકાર ફેંક્યો છે. સાથોસાથ ચૂંટણીને લઇને કોંગ્રેસ આવી ગંદી રાજનીતિ ન કરે એવું પણ કહ્યું છે.

નલિયાકાંડમાં ભાજપના નેતાઓની સંડોવણીને લઇને કોંગ્રેસ નેતા શંકરસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદ કરી ભાજપના 12 મંત્રીઓ અને અન્ય નેતાઓની કથિત સેક્સ સીડી હોવાનો દાવો કર્યો હતો. જેને પગલે ભાજપે જો આવી સીડી હોય તો એને જાહેર કરવાની માંગ કરી હતી.

નલિયાકાંડ: સેક્સ સીડીને લઇને રાજકારણ ગરમ, સીડી જાહેર કરવા ભાજપનો પડકાર

ભાજપના વળતા પ્રહારને પગલે શંકરસિહ વાઘેલાએ એવું કહ્યું છે કે, મારી પાસે ભાજપના અન્ય નેતાઓની સેક્સ સીડી છે અને હુ એ નિતિન પટેલને મોકલી આપીશ.

કોંગ્રેસના આવા દાવાને પગલે ડેપ્યૂટી સીએમ નિતિન પટેલે કહ્યું હતું કે, જો કોંગ્રેસ પાસે આવી સીડી હોય તો એ જાહેર કરવી જોઇએ, ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસે આવી ગંદી રાજનીતિ ના કરવી જોઇએ. કોંગ્રેસ સત્તામાં આવવામાં ખોટા દિવાસ્વપ્ન જોઇ રહી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર