નલિયા દુષ્કર્મમાં ભાજપ બળાત્કારીઓને છાવરે છેઃશંકરસિંહ વાઘેલા

Feb 07, 2017 06:02 PM IST | Updated on: Feb 07, 2017 06:02 PM IST

ગાંધીનગરઃકચ્છના નલિયા ખાતે એક યુવતી પર થયેલ બળાત્કારના કિસ્સામાં સંડોવાયેલા ભાજપના કેટલાક સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.અને આ મુદ્દે તપાસ માટે સ્થાનિક એસપી દ્વારા સીટની રચના કરાઇ છે ત્યારે સીટની રચના ગુજરાત હાઇકોર્ટ દ્વારા કરવામાં આવે તેવી માંગણી ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા અને કોંગ્રેસના નેતા શક્તિસિંહે કરી છે.

તેઓેએ ભાજપને ચરિત્ર વિહીન કહેતા આરોપ લગાવ્યો છેકે ભાજપ એન્ટી રોમિયો સ્કવોડની વાતો કરેછે ને સૌથી વધુ રોમિયોગીરી તેઓ જ કરે છે.

નલિયા દુષ્કર્મમાં ભાજપ બળાત્કારીઓને છાવરે છેઃશંકરસિંહ વાઘેલા

કચ્છમાં થયેલા દુષ્કર્મકાંડ મુદ્દે ભાજપે તેના ચાર જેટલા સભ્યોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે. જેમાં બે કોર્પોરેટર, એક ભાજપ અગ્રણી અને એક ભાજપ મહામંત્રીનો સમાવેશ થાય છે. આ મુદ્દે તપાસ માટે સ્થાનિક જિલ્લા પોલીસ વડા દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટીગેટીવ ટીમની રચના કરાઇ છે ત્યારે કોંગ્રેસ નેતા શક્તિસિંહે આરોપ લગાવ્યો છેકે ઘરના જ ભૂવા અને ઘરનાં ડાકલા વગાડતી આ સરકાર સીટમાં પોતાનાં જ માણસોને રાખીને ભીનું સંકેલી લેશે તેના બદલે કોર્ટ દ્વારા સીટની રચના થવી જોઇએ જેથી ન્યાયિક તપાસ થાય.

તો બીજી તરફ વિધાનસભાના વિપક્ષ નેતા શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતુ કે ભાજપ પક્ષ ચાલ-ચલગતથી ભ્રષ્ટ છે. ચરિત્રથી ખરડાયેલા લોકો બીજેપીમાં છે ભાજપના જ રાજ્યપાલની આ મુદ્દે હકાલપટ્ટી કરાઇ હોવાનુ કહેતા તેમણે જણાવ્યુ હતુ કે એન્ટી રોમિયો સ્કવોડ બનાવાની વાતો કરતા ભાજપમાં જ સૌથી વધુ રોમિયોગીરી થઇ રહી છે.

શંકરસિંહ વાઘેલાએ જણાવ્યુ હતુ કે આજે જ કોંગ્રેસ ધારાસભ્યોની બેઠક પણ મળી હતી અને આ બેઠકમાં આગામી સમયમાં ભાજપના લોક અન્યાય સામે આક્રમક વલણ અપનાવાનો નિર્ણય અમે લીધો છે.

પ્રેસ કોન્ફરન્સમાં શંકરસિંહ વાઘેલાનું નિવેદન

'ભાજપના નેતા દ્વારા એક દિકરી પર વારંવાર બળાત્કારનો મામલો સામે આવ્યો છે પણ ભાજપ આવા લોકોને છાવરી રહી છે.

'પૈસા આપવા, ઘરે બોલાવાય, ઠંડાપીણામાં કેફી પદાર્થ પીવડાવીને એનો વીડિયો ઉતારી લેવાય'

'અને પછી મન ફાવે ત્યાં એને બોલાવીને એનો ઉપયોગ કરાય'

'એ આ ભાજપના નેતાઓનું ચરિત્ર છે'

કચ્છ દુષ્કર્મ મુદ્દે કરી શક્તિસિંહે તપાસની માંગ

'અમારી માંગ છે દિકરીને યોગ્ય ન્યાય મળે'

'સરકાર નહીં પણ કોર્ટ SIT બનાવે તો સાચો ન્યાય મળે'

'બાકી તો ભીનું સંકેલાઈ જશે'

'અમે ભાવનગરના, કરમરિયા ગામના શહીદને 51 હજારની મદદ કરી'

'સીએમએ મુલાકાત લેવી જોઈએ એવી અમે અપીલ કરીએ છીએ'

'તાત્કાલિક નાગરિક બેન્કોને નાણાં આપવામાં આવે એવી અમારી માંગ છે'

'આજે પણ ગામડાની બેન્કોમાં નાણાં નથી'

ઉદ્ધવ ઠાકરે-હાર્દિક પટેલની મુલાકાત મુદ્દે પ્રતિક્રિયા આપવાની કહી ના

પ્રેસ કોન્ફરન્સમાં શંકરસિંહ વાઘેલાનું નિવેદન

'વિકાસ નહીં વિનાશનું રાજકારણ રમાઈ રહ્યું છે'

'ચાલ-ચલગત ભ્રષ્ટ છે, રોમીયોની વાત કરનાર જ રોમીયોગીરી કરી રહ્યાં છે'

'સ્થાનિક ભાજપના નેતા દ્વારા એક દિકરી પર વારંવાર બળાત્કારનો મામલો સામે આવ્યો છે' પણ ભાજપ આવા લોકોને છાવરી રહી છે

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર