નલિયા સામુહિક દુષ્કર્મમાં સાંસદે મૌન તોડ્યુ, લાગેલા આરોપ ગણાવ્યા ખોટા

Feb 10, 2017 03:34 PM IST | Updated on: Feb 10, 2017 03:34 PM IST

ભૂજઃ કચ્છના નલિયાના બહુચર્ચિત સામુહિક દુષ્કર્મકાંડમાં ભાજપના સાંસદનું નામ પણ ઉછડ્યુ છે ત્યારે કચ્છ ભાજપના સાંસદ વિનોદ ચાવડાએ મૌન તોડ્યું છે.ઈટીવી સાથે એક્સક્લુઝીવ વાતચીત કરી કહ્યુ હતું કે,ઘટના કલંકિત છે, પીડિતાને ન્યાય મળે તે મારો પ્રથમ પ્રયાસ છે.મારું નામ ચર્ચામાં લાવનારા 'આપ' સામે કાર્યવાહી કરીશ.પીડિતા કે તેના પરિવાર પાસે મેં કોઈ એફિડેવિટ કરાવ્યું નથી.આ વાત તથ્યહિન છે.

ફરિયાદના દિવસો બાદ પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરાઇ ન હતી જો કે આ પ્રકરણ મીડિયામાં આવતા પોલીસે કાર્યવાહી કરવી પડી હતી તો ભાજપે પણ તેના ચાર હોદ્દેદાર કાર્યકરોને સસ્પેન્ડ કર્યા છે. ત્યારે આ સામુહિક રેપ કેસમાં દિવસેને દિવસે ચોકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. યુવતિઓને દુષ્કર્મ પૂર્વે અર્ધબેભાન બનાવવા ભારતમાં પ્રતિબંધીત ડ્રગ્સ સ્પેનીસ પ્લક ફ્લા ગ્લોડ નામનું આપવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે. પીડિતાને દુષ્કર્મ માટે લઇ જવાય તેના 15 મિનિટ પહેલાં ડ્રગ્સ અપાતું હતું તે લીધા બાદ પીડિતા અર્ધબેભાન બની જતી હતી.

નલિયા સામુહિક દુષ્કર્મમાં સાંસદે મૌન તોડ્યુ, લાગેલા આરોપ ગણાવ્યા ખોટા

સેક્સકાંડમાં 46થી વધુ છોકરીનું શારીરિક શોષણ થયાનું મનાઇ રહ્યું છે, ત્યારે આ કાંડમાં 13થી 15 વર્ષની કિશોરીઓને નેતા, શ્રીમંતોને ખુશ કરવામાં ઉપયોગ કર્યાનું કહેવાઇ રહ્યું છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર