નલિયા દુષ્કર્મકાંડઃસુત્રધાર આરોપી કરોડપતિ, બીજો રાધેમાનો ભક્ત!

Feb 08, 2017 02:03 PM IST | Updated on: Feb 08, 2017 02:03 PM IST

ભૂજ,અમદાવાદઃ કચ્છના નલિયામાં બહુચર્ચિત સામુહિક દુષ્કર્મકાંડમાં વધુ એક આરોપીની ધરપકડ કરાઇ છે.ભરત દરજી નામના આરોપીને પોલીસે દબોચ્યો છે.મુખ્ય સૂત્રધાર બાદ બીજો આરોપી ઝડપાતા કુલ 5 આરોપી પોલીસ સકંજામાં આવ્યા છે હજુ ચાર આરોપીઓની ધરપકડ બાકી છે.

એક આરોપી છે રાધેમાનો ભક્ત

નલિયા દુષ્કર્મકાંડઃસુત્રધાર આરોપી કરોડપતિ, બીજો રાધેમાનો ભક્ત!

કેસનો આરોપી રાધેમાનો ભક્ત હોવાની ચર્ચા ઉઠી છે.ગાંધીધામ ભાજપનો નગરસેવક ગોવિંદ પારૂમલાણી રાધેમાનો ભક્ત હોવાની ચર્ચા છે.અગાઉ તેણે રાધેમા સાથે ફોટો પડાવી ફેસબુક પર મૂક્યો હતો.લોકોએ રાધે-રાધે કહીને ફોટાને લાઈક પણ કર્યો હતો.ગાંધીધામનો ગોવિંદ હજુ પોલીસ પકડથી દૂર છે.

શાંતિલાલ ગેસ એજન્સીમાં નોકરી કરતી યુવતીઓને ફસાવતો હતો

નલિયામાં સામૂહિક દુષ્કર્મમાં મુખ્ય સૂત્રધાર શાંતિલાલ તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાનો સસ્પેન્ડેડ પ્રમુખ છે.શાંતિલાલ સામાન્ય ગેસ એજન્સીમાંથી કરોડપતિ બન્યો હોવાનું ખૂલ્યું છે.10 વર્ષ પૂર્વે સોય-દોરાની ફેરી કરનારો શાંતિલાલ આજે કરોડપતિ છે.ભુજ-નલિયામાં દુકાન-પ્લોટ-બંગલા સહિતની જમીનો મોટાપાયે ખરીદેલી છે.દુષ્કર્મનું એપી સેન્ટર ગેસ એજન્સીને જ બનાવી હોવાની પણ ચર્ચા છે.શાંતિલાલ ગેસ એજન્સીમાં નોકરી કરતી યુવતીઓને ફસાવતો હતો.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર