નલિયા સામુહિક દુષ્કર્મ કેસમાં ત્રણ આરોપીની અટકાયત,ભાજપે ચાર આરોપીઓને કર્યા સસ્પેન્ડ

Feb 06, 2017 07:26 PM IST | Updated on: Feb 06, 2017 08:00 PM IST

અમદાવાદઃકચ્છના નલિયામાં સામૂહિક દુષ્કર્મનો મામલે સામે આવતા હડકંપ મચી ગયો છે. ત્યારે પોલીસ દ્વારા પણ આરોપીઓને પકડવામાં ઢીલી નીતી અપનાવાઇ રહી હતી. ન્યુઝ18ઇટીવી દ્વારા આ દુષ્કર્મ કેસને લઇ અહેવાલ પ્રસારિત કરાયા બાદ સરકાર જાગી છે અને તપાસ હાથ ધરી છે.નખત્રાણાથી એક આરોપીની અટકાયત કરી છે જ્યારે અન્ય બે આરોપીની મુંબઇથી અટકાયત કરાઇ છે.નલિયા દુષ્કર્મ મામલે કુલ ત્રણ આરોપીની અટકાયત કરાઇ છે.

naliarep34

નલિયા સામુહિક દુષ્કર્મ કેસમાં ત્રણ આરોપીની અટકાયત,ભાજપે ચાર આરોપીઓને કર્યા સસ્પેન્ડ

કોંગ્રેસે સરકાર પર સાધ્યુ નિશાન

તટસ્થ તપાસની માગ કરી કોંગ્રેસ પ્રવક્તા ડૉ.મનિષ દોશીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યુ હતું કે,પોલીસ અને સરકાર ઘટના પર લીપાથોપી ન કરે.ઘટનામાં મોટા નામ સત્તા પક્ષ સાથે જોડાયા છે.જવાબદાર સામે ગંભીર રીતે પગલા લેવામાં આવવા જોઇએ.

લોતગો કાેપ

સરકારે તપાસ માટે સીટની રચના કરી

નલિયાના બહુચર્ચિત દુષ્કર્મ કાંડ સામે આવ્યા બાદ સરકાર હરકતમાં આવી છે.ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પરિણીતા સાથે દુષ્કર્મની ઘટનાને વખોડી છે. અને કહ્યુ હતું કેતપાસ માટે SITની રચના કરવામાં આવી છે.આરોપીઓ સામે કડક પગલાં લેવા સરકાર કટિબદ્ધ છે.આરોપીઓને બક્ષવામાં નહીં આવે.

આમ આદમી પાર્ટીએ બીજેપી પર કર્યા પ્રહાર

નલીયા દુષ્કર્મ મામલે આમ આદમી પાર્ટીએ બીજેપી પર પ્રહાર કર્યા છે. આમ આદમી પાર્ટીના મહિલા પાંખના વડા વંદના પટેલે આરોપ મૂકતાં કહ્યું છે કે આ સ્કેન્ડલમાં સંડોવાયેલા શાંતિલાલ સોલંકી, વિપુલ ઠક્કર, અસ્વિન ઠક્કર, ગોવિંદ ઠક્કર અને ચેતન ઠક્કર ભાજપના સભ્યો છે. બીજેપી આરોપીને પકડવાને બદલે તેને છાવરી રહી છે. ભાજપનો મહિલાવિરોધી ચહેરો નલિયાના દુષ્કર્મે ઉઘાડો કરી દીધો છે.

નલિયા દુષ્કર્મ કેસ મામલો

ભાજપે ચાર આરોપીઓને કર્યા સસ્પેન્ડ

શાંતિલાલ દેવજી સોલંકી, ગોવિંદ અર્જુનદાસ પારૂમલાણી

અજીત રામવાણી, વસંતભાઇ કે. ભાનુશાળીને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા

ગોવિંદ, અજીત, વસંત ગાંધીધામના છે માંધાતાઓ

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર