નલિયા સેક્સકાંડઃએક્સનમાં આયોગ,સુત્રધારને 14દિવસના રિમાન્ડ

Feb 09, 2017 04:31 PM IST | Updated on: Feb 09, 2017 04:31 PM IST

ગાંધીનગરઃરાજ્યમાં ચકચાર જગાવનાર નલિયા સામૂહિક દુષ્કર્મ મામલે રાજ્યનું મહિલા આયોગ હરકતમાં આવ્યું છે. નલિયા દુષ્કર્મ પ્રકરણમાં સુઓમોટો કાર્યવાહી કરાઈ હોવાનો રાજ્ય મહિલા આયોગના ચેરમેન લીનાબેન અંકોલીયાએ દાવો કર્યો છે. મહિલા આયોગે કરેલી કાર્યવાહી બાદ જ પોલીસ દ્રારા તમામ પગલાં ભરવામાં આવ્યા અને તપાસ ઝડપી બનાવવામાં આવી છે.

nalia kad ripot

નલિયા સેક્સકાંડઃએક્સનમાં આયોગ,સુત્રધારને 14દિવસના રિમાન્ડ

જો કે આ મામલે હજુ સુધી મહિલા આયોગને કોઈ રજૂઆતો આવી નથી પરંતુ માધ્યમોમાં આવેલા સમાચારોના આધારે મહિલા આયોગે આ ઘટનામાં સામે થી કાર્યવાહી કરી હતી. મહિલા આોગનો દાવો છે કે ઘટનામાં યોગ્ય પગલાં ભરવા સ્થાનિક પોલીસને સૂચના અપાઈ હતી. સમગ્ર પ્રકરણ અને પોલીસ કાર્યવાહી અંગે ડીએસપી પાસેથી આયોગે રિપોર્ટ પણ મંગાવ્યો છે. આ  મામલે જો કોઈ રજુઆત કે ફરિયાદ આવશે તો તેની ઉપર પણ પગલાં ભરાશે અને જરૂર જણાશે તો સ્થળ મુલાકાત પણ લેવામાં આવશે.

નલિયામાં બહુચર્ચિત દુષ્કર્મનો મામલો

મુખ્ય સૂત્રધાર શાંતિલાલ સોલંકી, ભરત દરજીના રિમાન્ડ મંજૂર

બંને આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર

નલિયા જ્યુડિશીયલ કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા

bjp card

કચ્છના નલિયામાં સામુહિક દુષ્કર્મનો મામલો

ભાજપનાં પ્રવક્તા ભરત પંડ્યાનું નિવેદન

'બીજેપીનાં સિમ્બોલવાળું પ્રશિક્ષણનું ઓળખ કાર્ડ ડમી છે'

'પ્રશિક્ષણ વર્ગનાં ઓળખ કાર્ડમાં ચાર ગંભીર ભૂલો છે'

'જિલ્લા ભાજપ પ્રમુખની સહી નથી'

'ફોટો લગાવવાનો હોતો નથી છતાં ફોટો લગાવાયો છે'

'મંડળ અબડાસાનાં બદલે નલિયા લખવામાં આવ્યું છે'

'જવાબદારીમાં સોશિયલ લેડી લખ્યું છે તે ખોટું છે'

'ભાજપનાં નેતાઓનાં નામો ઉછાળીને રાજકીય ના બનાવવું જોઈએ'

'પીડિતાને ન્યાય મળે તે માટે ભાજપ અને રાજ્ય સરકાર પ્રયત્નશીલ'

'ભાજપ દ્વારા 4 લોકોને સસ્પેન્ડ કરાયા છે'

'પોલીસ તપાસમાં દોષિત નીકળશે તેનાં વિરુદ્ધ કાર્યવાહી કરાશે'

ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા

નલીયાની પડિતા સાથે બનેલી ઘટના ક્યારેય માફ ન કરી શકાય તેવી છે

કોંગ્રેસ અને આપ દ્રારા રાજકીય લાભ ખાટવાનો પ્રયાસ કરવો તે ખોટું છે

સરકારે ઘટના બનતા જ પગલા ભરવામાં આવ્યા છે

જુદી જુદી તપાસ ટીમો બનાવીને 9માંથી 5 આરોપીઓને ધરપકડ કરી છે

રાજય સરકારે ભાજપના કોઇપણ આરોપીઓને પકડવામાં અવરોધ ઊભો કર્યો નથી

આરોપીઓને પકડવામાં કડક પગલા લીધા છે

મહિલાઓને કાર્ડ આપવાની વાત પણ ખોટી છે

ભાજપ દ્રારા આવા કોઇ કાર્ડ આપ્યા નથી

ફોટા સાથે આઈકાર્ડ ભાજપ દ્રારા બનાવવામાં આવ્યું નથી

આ આઈકાર્ડ ખોટુ છે, ખોટા આઇકાર્ડ સંદર્ભે ફરિયાદ કરવામાં આવી છે

 

અલ્પેશ ઠાકોરનું નિવેદન

'અત્યાર સુધીમાં થયેલ દુષ્કર્મના આંકડા સરકાર જાહેર કરે'

'દોષિતોને કડકમાં કડક સજા કરવામાં આવે'

'મહિલા સુરક્ષિતની મોટી-મોટી વાતો ભારતીય જનતા પાર્ટી કરે છે'

'અલ્પેશ ઠાકોર-તેની ટીમ આગામી સમયમાં પીડિતાને મળવા નલિયા જશે'

'મહિલા રાજનીતિમાં મહિલાનું શોષણ થાય છે'

'નલિયા દુષ્કર્મએ બહુ મોટું રાજકીય ષડયંત્ર છે'

'કેટલી મહિલાઓ પર દુષ્કર્મ થયું અને કેટલાને ન્યાય મળ્યો તેનો આંકડો આપે'

'5 દિવસમાં અલ્પેશ ઠાકોર નલિયા પહોંચશે'

નલિયામાં સામુહિક દુષ્કર્મનો મામલો

અમદાવાદમાં યૂથ કોંગ્રેસ દ્વારા કરાયા દેખાવો

ઠક્કરનગર ચાર રસ્તા પાસે કર્યું વિરોધ પ્રદર્શન

પોલીસે 20 કાર્યકરોની કરી અટકાયત

ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર