બજેટ સત્રમાં પડશે નલિયા દુષ્કર્મ કેસના પડઘા,સરકારના આક્રમક વિરોધની કોંગ્રેસની રણનીતિ

Feb 07, 2017 05:00 PM IST | Updated on: Feb 07, 2017 05:04 PM IST

ગાંધીનગરઃ વિધાનસભાના બજેટ સત્રને લઇને કોંગ્રેસ ધારાસભ્ય દળની આજે ગાંધીનગર ખાતે બેઠક મળી હતી. પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિપક્ષના નેતા શંકરસિંહ વાધેલાની ઉપસ્થિતિમાં આગામી બજેટસત્રને લઇને રણનીતિ ઘડાઇ હતી. જેમાં રાજ્ય સરકારને ઘેરવાના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. વિધાનસભાનું સત્ર 30 બેઠકો કરતા ઓછું બોલાવાયું છે જેને લઇને વિરોધ વ્યકત કરવામાં આવ્યો હતો.

તો સાથે જ રાજ્યમાં વધી રહેલી ગરીબી અને બેરોજગારીના મુદ્દે પણ સરકારને ઘેરવામાં આવશે. કચ્છના નલિયામાં બનેલી બળાત્કારની ચકચારી ઘટનાને લઇને રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઇને પણ કોંગ્રેસ આક્રમક વિરોધ કરશે. આમ બજેટ સત્રમાં સરકારને તમામ મોરચે ઘેરવાની કોંગ્રેસે રણનીતિન ઘડી કાઢી છે.

બજેટ સત્રમાં પડશે નલિયા દુષ્કર્મ કેસના પડઘા,સરકારના આક્રમક વિરોધની કોંગ્રેસની રણનીતિ

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર