રાજ્યમાં સૌથી ઠંડુ કચ્છનું નલીયા,તાપમાન 5 ડિગ્રી,શિતલહેર વચ્ચે મોર્નિગ વોક

Jan 12, 2017 03:27 PM IST | Updated on: Jan 12, 2017 03:27 PM IST

ભૂજઃકચ્છમાં પણ શિયાળાના શિતસંકજાએ સંચરાબંધીનો માહોલ સર્જી દિધો છે. સમગ્ર કચ્છમાં લઘુતમ અને મહતમ તાપમાન વચ્ચે માત્ર ચાર ડિગ્રીનો જ ફરક રહયો છે.  કચ્છનું નલિયા સમગ્ર રાજ્યમાં ઠંડુ શહેર બની ગયું છે અને તેનું તાપમાન 5.2 ડિગ્રી નોંધાયું છે. જો કે હાડ થીજવતી ઠંડી વચ્ચે વહેલી સવારે લોકો મોર્નિગ વોક પર નજરે પડ્યા હતા.

કચ્છમાં સર્વત્ર શિતલહેર જોવા મળી રહી છે. કચ્છના પ્રવેશદ્વાર સરુજબારીથી સરહદ સુધી તમામ શિતલહેરની સંકજામાં આવી ગયા છે.  આ હાડ થિજાવી નાંખતી ઠંડીને કારણે જનજીવને ભારે અસર પડી રહી છે. આ ઠંડા દિવસો લોકો માંડ માંડ પસરા કરી રહયા છે.  આ સ્થિતીમાં પેટીયું રળવા માટે ઠંડીનો સામનો કરતા શ્રમિક વર્ગને મોટો ફટકો પડી રહયો છે.  નાના બાળકો અને વ-દ્ધોને ઠારથી બચવા સલાહ તબીબી જગત આપી રહયું છે જોકે આ શિતલહરેની આસર થી ખેડુતો ખુશ છે. જેનો લાભ ઉભા પાકને મળશે.  ઠંડીને કારણે સવાર મોડી શરૂ થવી અને સાંજ વહેલી પડી જવાથી સામાન્ય દિવસ કરતા કામકાજને પણ અસર પડી રહી છે.

રાજ્યમાં સૌથી ઠંડુ કચ્છનું નલીયા,તાપમાન 5 ડિગ્રી,શિતલહેર વચ્ચે મોર્નિગ વોક

ભૂજમાં વહેલી સવારે વોકમાં નિકળતા લોકોમાં પણ ઘટાડો થયો છે તો શિયાળાપ્રેમી લોકો ઝુમી ઉઠયા છે.  આજે કંડલામાં 5.2. ડિગ્રી, ભૂજમાં 9.2 ટિગ્રી, અને કંડલા એરપોર્ટ પર 7.4 ડિગ્રી ઠંડી નોંધાઈ છે.

સુચવેલા સમાચાર